• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • કંડલા મરીન પોલીસે 2.22 લાખનો શરાબ પકડ્યો આરોપી ફરાર

કંડલા મરીન પોલીસે 2.22 લાખનો શરાબ પકડ્યો આરોપી ફરાર

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2018, 03:50 AM
કંડલા મરીન પોલીસે 2.22 લાખનો શરાબ પકડ્યો આરોપી ફરાર
સી.ડબલ્યુ.સી.ના ગોડાઉન નંબર એકમાં આ શરાબ રખાયો હતો

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

કંડલાના સીડબલ્યુસીના ગોડાઉન નંબર એકમાં કંડલા મરિન પોલીસે પાડેલા દરોડામાં રૂ.2,22,600ની કિંમતની અંગ્રેજી શરાબની 750 એમએલની 636 બોટલો મળી આવી હતી પરંતુ આ દરોડા દરમિયાન ચાર આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,કંડલા મરિન પોલીસના પીઆઇ એસ.બી.ઝાલાને મળેલી બાતમીના આધારે બુધવારે સવારે 7 વાગ્યે સી.ડબલ્યુ.સીના ગોડાઉન નંબર એકમાં દરોડો પાડતાં આ ગોડાઉનમાં રહેલો રૂ.2,22,600ની કિંમતની અંગ્રેજી શરાબની 750 એમએલની 636 બોટલો મળી આવી હતી પરંતુ દરોડા દરમીયાન આરોપીઓ અમિત મુકેશલાલ ચૌહાણ,ગાંધીધામ તથા મહેન્દ્રસિંહ એમ.જાડેજા તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો એમ ચાર જણા નાસી જવામાં સફળ રહ્યા હતા઼કંડલા મરિન પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કંડલા મરિન પોલીસના પીએસઆઇ દેવમુરારીની ફરિયાદના આધારે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી નાસી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.કંડલા મરીન પોલીસે પાડેલા આ દરોડાની બાતમી આરોપીઓને પહેલાંથી જ મળી ગઇ હોય તેમ ગોડાઉન મુકી પલાયન થઇ ગયા હતા ત્યારે હંમેશ મુજબ દારૂનો જથ્થો પોલીસના હાથમાં આવ્યો હતો પણ શરાબનો વેપલો કરતા આરોપીઓ પોલીસ પકડથી દુર જ રહ્યા હતા જોવાનું એ રહ્યું કે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચે છે કે હમેંશ મુજબ જ આ બનાવ પણ ભુલાઇ જશે.

X
કંડલા મરીન પોલીસે 2.22 લાખનો શરાબ પકડ્યો આરોપી ફરાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App