ગાંધીધામની ટાયર ચોરી 4 દિવસમાં ઉકેલાઇ

DivyaBhaskar News Network

Mar 29, 2018, 03:50 AM IST
ગાંધીધામની ટાયર ચોરી 4 દિવસમાં ઉકેલાઇ
ગાંધીધામ ખાતે 21 માર્ચે ટ્રેઇલરમાં રહેલા રુ.60 હજારની કિંમતના 10 ટાયર અને રૂ.8 હજારની કિંમતની બે બેટરીઓ ચોરીની ફરિયાદ બાદ માત્ર ચાર દીવસમાં બી-ડિવિઝન પોલીસે આ ટાયર ચોરીમાં સંડોવાયેલા બે શખસોને પકડી લીધા હતા.

આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,આદિપુરના કેશવનગરમાં રહેતા કમલેશ અરજણભાઇ ગઢવીએ બી-ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તા.21 માર્ચે કંડલાના ઇકોનોમીક ઝોનના પાર્કિંગ કરેલા જીજે-12-ઝેડ-1058 નંબરનું ટ્રેઇલર કોઇ ઉપાડી જઇ પાવરહાઉસના ક્રિકેટ ગ્રાઉન્ડમાં લઇ જઇ રૂ.60,000ની કિંમતના 10 ટાયરો તેમજ રૂ.8,000ની કિંમતની બે બેટરીઓ સહિત રૂ. 68,000ની ચોરી ગયા હોવાની ફરીયાદના આધારે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન પીઆઇ આર.એલ.રાઠોડ સહિતની ટીમે બે શંકાસ્પદ ઇસમોને પુછ પરછ કરતાં તેમણે ટાયર ચોરી કરી હોવાની કેફીયત આપતાં આ બન્ને શખસો જેમાં વાવાઝોડા વિસ્તારમાં રહેતા એમ.ક્રિષ્નારામ કામેસુરામ તથા સેક્ટર ન઼બર 6 માં રહેતા દિનેશ ખીમજી ડુંગરિયાની અટક કરી ચોરાયેલા મુદ્દામાલની તપાસ હાથ ધરી છે.

X
ગાંધીધામની ટાયર ચોરી 4 દિવસમાં ઉકેલાઇ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી