ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» SRCના ફ્રી હોલ્ડના મુદ્દા પુન: ડિફર કરવામાં આવ્યા

    SRCના ફ્રી હોલ્ડના મુદ્દા પુન: ડિફર કરવામાં આવ્યા

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 03:50 AM IST

    કંડલા પોર્ટ ટ્રસ્ટની વર્તમાન વર્ષની અંતિમ બેઠક ઇન્ચાર્જ ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં મહત્વના...
    • SRCના ફ્રી હોલ્ડના મુદ્દા પુન: ડિફર કરવામાં આવ્યા
      SRCના ફ્રી હોલ્ડના મુદ્દા પુન: ડિફર કરવામાં આવ્યા

      કંડલા પોર્ટ ટ્રસ્ટની વર્તમાન વર્ષની અંતિમ બેઠક ઇન્ચાર્જ ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં મહત્વના મુદ્દાગણી શકાય તે એસઆરસીની જમીન ફ્રી હોલ્ડ લીઝનો મુદ્દો ફરી એક વખત ગત મીટિંગની જેમ ડિફર કરવામાં આવ્યો હતો. શિપિંગ સેક્રેટરીની સૂચનાના પગલે ફરી આ કોકડું ઉકેલાયા વગર જ રાખી દેવું પડ્યું હતું. કેપીટી પાસે કબ્જો છે તેવા 10 પ્લોટની હરરાજીને મંજુરી જ્યારે લીટીગેશનવાળા અને અન્ય 11 પ્લોટની હરરાજીનો મુદ્દો પણ ડિફર કરવાની ફરજ પડી હતી. ઇન્ચાર્જ ચેરમેનની બીજી મીટિંગમાં પણ દરખાસ્ત ડિફર કરવી પડી હતી.

      પોર્ટના જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ટ્રસ્ટી બોર્ડની મુદ્દત 31 માર્ચે પુરી થતાં આજે બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ બોર્ડ મીટિંગમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ થશે તેમ જણાતું હતું. એજન્ડા પરની દરખાસ્ત માટે બોર્ડના રૂમમાં સવારે 10.30 કલાકે ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયાના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલી બેઠક અંદાજે દોઢ કલાકે બપોરે પૂર્ણ થઇ હતી. પોર્ટની માહિતીનો વ્યાપ વધે અને માર્કેટીંગ થાય તે માટે દોઢ લાખના પગારે એક કર્મચારીને રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 108 એમએમટી કાર્ગો હેન્ડલ થતાં અધર ઇન્ટ્રેસ્ટના ટ્રસ્ટીઓ મનોહર બેલાણી, મોહન આસવાણી વગેરેએ આ બાબતે ઉજવણી કરવાની સાથે કર્મચારી અને પોર્ટ યુઝર્સનું સન્માન કરવા માટે કરેલું સૂચન માન્ય રાખવામાં આવ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SRCના ફ્રી હોલ્ડના મુદ્દા પુન: ડિફર કરવામાં આવ્યા
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top