• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • 8 એકરમાં ફેલાયેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગથી ઓઇલ ભરેલા ડ્રમ ઉડ્યા

8 એકરમાં ફેલાયેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગથી ઓઇલ ભરેલા ડ્રમ ઉડ્યા

અંજાર તાલુકાના ખેડોઇ નજીક આવેલી માન ઇન્ડ્રસ્ટ્રીઝના 8 એકરમાં ફેલાયેલા ભંગારના ગોડાઉનમાં મોડી સાંજે લાગેલી આગે...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2018, 03:50 AM
8 એકરમાં ફેલાયેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગથી ઓઇલ ભરેલા ડ્રમ ઉડ્યા
અંજાર તાલુકાના ખેડોઇ નજીક આવેલી માન ઇન્ડ્રસ્ટ્રીઝના 8 એકરમાં ફેલાયેલા ભંગારના ગોડાઉનમાં મોડી સાંજે લાગેલી આગે બાજુમાં પડેલા ઓઇલ ભરેલા બેરલોને કારણે વિકરાળ સ્વરૂપ લીધું હતું.આ વિકરાળ આગને લઇ આખો વિસ્તાર કોર્ડન કરી દેવાયો હતો,આગ કયા કારણોસર લાગી એ જાણવા મળ્યું ન હતું પણ ભંગારના વાડામાં લાગેલી આગે બાજુમાં પડેલા 3ઓઇલ ભરેલા ડ્રમને ઝપટમાં લેતાં નજીકથી જોનારાના કહેવા પ્રમાણે આ ઓઇલ ભરેલા ડ્રમ ફટાકડાની જેમ હવામાં ઉડ્યા હતા,આગને કાબુમાં લેવા અંજાર નગરપાલીકા,અદાણી તેમજ વેલ્સપનના ચાર ફાયર ફાઇટર કામે લાગ્યા

... અનુસંધાન પાના નં.13

હતા પરંતુ આગની ભયાનકતા એટલી હતી કે મોડી રાત સુધી આગ પર કાબુ લઇ શકાયો ન હતો.માન ઇન્ડ્રસ્ટ્રીઝના ભંગારના વાડા નજીકથી હેવી વીજ લાઇનો પસાર થાયછે જેથી આ આગ શોર્ટ સર્કીટને કારણે લાગી હોવાની શક્યતા નજીકના સુત્રોએ જણાવી હતી.આ આગને કારણે નુકશાનીનો આંક મોટો હોવાનું પણ આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.જ્યાં આગ લાગી તે જગ્યાએ ગેસના સિલિં્ડર પણ પડ્યા હતા પર઼તુ મોટી દુર્ઘટના ટળી હતી તો કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રોડક્શન બંધ કરી દેવાયું હતું.માન કંપનીમાં લાગેલી આગે થોડી જ વારમા઼ મોટો વિસ્તાર કવર કરી લેતા ભયનો માહોલ પણ સર્જાયો હતો.આગ જોવા આવેલા લોકોમાં માર્ચ એન્ડીંગમા જ આગના બનાવો વધે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતુ઼.આ કંપની એમએસ માઇલ્ડ સ્ટીલ પાઇપનું ઉત્પાદન કરે છે

આસપાસની વાડીઓમાં આંબાના પાકને આગથી નુકશાન

ખેડોઇ નજીક આવેલી માન ઇન્ડ્રસ્ટ્રીઝમાં લાગેલી આગ થોડી જ વારમાં મોટો વિસ્તાર કવર કરી લેતાં કંપનીની આજુબાજુ આવેલી વાડીઓમાં ઉભેલા આંબાના પાકને પણ મોટું નુકશાન આ આગથી પહોંચ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું,જોકે મોડી રાત સુધી તો આગ કાબુમાં લેવાની કામગીરી ચાલતી હોઇ આ નુકશાનીનો આંક આગ કાબુમાં આવ્યા બાદ જ ખ્યાલ આવશે.

ખેડોઇ નજીક માન કંપનીમાં ભીષણ આગથી લાખોના નુકશાનની ભીતિ

X
8 એકરમાં ફેલાયેલા ભંગારના ગોડાઉનમાં લાગેલી આગથી ઓઇલ ભરેલા ડ્રમ ઉડ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App