• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • કંડલા પોર્ટના ડીસીને RTI એક્ટ અંતર્ગત પાઠવાઈ શો કોઝ નોટીસ

કંડલા પોર્ટના ડીસીને RTI એક્ટ અંતર્ગત પાઠવાઈ શો કોઝ નોટીસ

DivyaBhaskar News Network

Mar 29, 2018, 03:50 AM IST
કંડલા પોર્ટના ડીસીને RTI એક્ટ અંતર્ગત પાઠવાઈ શો કોઝ નોટીસ
માહિતી અધિકાર અન્વયે ગત વર્ષે કંડલા પોર્ટ ટ્રસ્ટને નેવીગેશનલ વ્યવસ્થાની માહિતી, ઓડીટ રીપોર્ટ અને સ્ટડી રીપોર્ટ આપવાની માંગણી અરજદારે કરી હતી, પરંતુ તેની સામે પોર્ટના અધિકારીઓએ પોર્ટની તે માહિતી ગુપ્ત હોવાનું કારણ આગળ ધરી બાબત સુલટાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અરજદાર અપીલમાં જતા કેન્દ્રીય માહિતી અાયોગે પોર્ટ દ્વારા ગુપ્તતાની કલમ આગળ ધરવાને અતાર્કીક ગણાવી અરજદારને પોઈન્ટ ટુ પોઈન્ટ નિઃશુલ્ક માહિતી આપવા અને ઉપસ્થીત ન રહેવા માટૅ શો કોઝ નોટીસ પણ પાઠવી હતી.

અરજકર્તા લલીત સહાનીએ તા.26/12/2016ના આરટીઆઈ ફાઈલ કરી કંડલા પોર્ટમાં આવેલી નેવીગેશનલ વ્યવસ્થાઓની માહિતી માંગી હતી. જેનો પ્રત્યુતર મળ્યા બાદ અસંતુષ્ટ અરજકર્તાએ અપીલ કરી હતી જેને ડિસ્પોઝ કરી દેવાયા બાદ બીજી અપીલ કરાઈ હતી. સેંટ્રલ કમીશન ઓફ ઈન્ફોર્મીશનમાં તે અંગેની કાર્યવાહિ થતા ઉપસ્થીત ન રહેવા અને કોઇ કારણ ન આપવા બદલ પોર્ટના ડીસીને શો કોઝ નોટીસ પાઠવી અને નેવીગેશનલ માહિતી ન આપવા માટે આગળ ધરાયેલી સેક્શન 8 (1)(d) યોગ્ય ન હોવાનું પણ જણાવ્યુ હતુ. આ અંગે કમીશને સ્પષ્ટ અભીપ્રાય આપતા જણાવ્યુ છે કે જે માહિતીની માંગણી કરાઈ છે તે કંડલા પોર્ટના નેવિગેશનલ ફેસીલીટીસની સ્ટડી, ઓડીટ રીપોર્ટ એ ઈન્ડીયન પોર્ટ એસોસીએશનની કમીટી દ્વારા બનાવાયેલી છે. આ માહિતી ન આપવા માટે જે તર્ક પોર્ટ દ્વારા અપાઈ રહ્યો છે તે યોગ્ય નથી જણાતો, ઉલ્ટાની આ માહિતી બહાર આવવાથી પોર્ટ ઓથોરીટી પર તેની ખામીઓની પુર્તી કરવા માટેનું દબાણ સર્જાશે અને તેના થકી ટ્રાન્સપોર્ટૅશન ,કાર્ગોના વધારો થવાથી વધુ ફાયદો રળી શકાશે. જેથી આ માહિતીને જાહેર ન કરવા પાછળ અપાયેલુ તર્ક યોગ્ય જણાતુ નથી. જેથી પુછાયેલા

... અનુસંધાન પાના નં.13પ્રશ્નોનો પોઈન્ટ મુજબ 15 દિવસના ગાળામાં જવાબ આપવા અને અરજદારને તે નિઃશુલ્ક પહોંચાડવા તેમજ તે અંગે કમીશનને પણ જાણ કરવાનો ઓર્ડર કરાયો હતો.

X
કંડલા પોર્ટના ડીસીને RTI એક્ટ અંતર્ગત પાઠવાઈ શો કોઝ નોટીસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી