તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંજારમાં અકળ કારણોસર યુવાને ગળેફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજારમાં અકળ કારણોસર યુવાને ગળેફાંસો ખાધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારનાદબડા રોડ પર એક રહેણાક સોસાયટીમાં યુવાને અકળ કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું, તો બીજીતરફ જોગણીનાર ખાતે આધેડને વીજ આંચકો લાગતાં જીવનલીલા સંકેલાઇ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અંજાર ખાતે ભોલેનાથનગરમાં રહેતા ચેતનનાથ દેવનાથ નાથબાવા (ઉ.22)એ ગુરૂવારે સવારે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ફાંસો ખાઇ જીવ દીધો હતો. બનાવની જાણ થતાં પોલીસે હતભાગીના ઘરે પહોંચી હતી અને આત્મહત્યા પાછળના કારણો જાણવચા તપાસ હાથ ધરી હતી, પરંતુ આવું કોઇ કારણ સામે આવ્યું હોવાનું કહેવાયું હતું. અંજાર તાલુકાના જોગણીનાર ખાતે વિષ્ણુ સોલ્ટ નામના મીઠાના કારખાનામાં કામ

...અનુસંધાન પાના નં.11

કરતા ખોડાભાઇ નરશી શેખાણી (ઉ.50)ને પાણીની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતાં વીજ આંચકો લાગ્યો હતો, જે તેના માટે યમદૂત નિવડ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો