તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘જો દારૂ બંધ કરાવતા હો તો હપ્તા જેટલી રકમ અમે ચૂકવવા તૈયાર છીએ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જો દારૂ બંધ કરાવતા હો તો હપ્તા જેટલી રકમ અમે ચૂકવવા તૈયાર છીએ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દારૂ-જુગારનીવકરેલી બદીથી ચોમેર વિરોધ ઉઠી રહ્યો છે અને અંતર્ગત આજે નિંગાળ ગામના મહિલાઓ સહિતના લોકો ગાંધીધામના એસ.પી. કચેરીમાં ધસી ગયા હતા, જ્યાં એસ.પી. જાતે હાજર હોઇ નાયબ પોલીસ અધિક્ષક આર.જે. બારોટે લોકોનું આવેદન સ્વીકારી દારૂ બંધ કરાવવાની ખાતરી આપી હતી. ઉશ્કેરાયેલી મહિલાઓએ ત્યાં સુધી કહી દીધું હતું કે, જો પોલીસ હપ્તા આપતા પોઇન્ટ બંધ કરાવે, તો હપ્તા જેટલી રકમ અમે આપવા તૈયાર છીએ પણ બદી દૂર કરો.

સેંકડો લોકોની સહી સાથે આપવામાં આવેલા આવેદનપત્રમાં લોકોએ માગણી ઉઠાવતાં જણાવ્યું હતું કે, ગામનો કારા અજા બાફણ સરેઆમ દારૂનું દૂષણ ફેલાવી રહ્યો છે, જ્યાં અગાઉ લોકોએ જનતા રેડ પણ કરી હતી, પરંતુ પછી પોલીસ નિષ્ક્રીય રહેતાં ફરી શખ્સ દ્વારા દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે. શખ્સ વિરૂદ્ધ અનેક ગુનાઓ દાખલ થયા છે, તો લોકોની અનેકવારની રજૂઆતો તે ધ્યાને લેતો નથી અને ધાકધમકીઓ પણ કરે છે કે, પોલીસને હપ્તા આપું છું, પછી શા માટે દારૂનો ધંધો બંધ કરું ગુંડાગીરી પરબ ઉતરી આવતાં ધંધાર્થી તથા તેના સાગરીતો દ્વારા મહિલા વર્ગની પણ હેરાનગતિ કરવામાં આવે છે, જેના કારણે મહિલાઓએ પણ વિરૂદ્ધ રજૂઆત કરવા ઘરની બહાર આવવાની ફરજ પડી છે.

અગાઉ તા. 24/3/16ના લોકોએ જનતા રેડ કરી હનીફ બાબુ બાફણને ઝડપી લીધો હતો અને તેણે દારૂ કારા અજા પાસેથી ખરીદ કરેલો હોવાનું જણાવતાં અા બન્ને શખ્સો વિરૂદ્ધ અંજાર પોલીસમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી બાદ શખ્સો ફરી બમણા જોરથી દારૂનો વેપલો કરી રહ્યા છે. મહિલાઓએ ત્યાં સુધી રજૂઆત કરી હતી કે, જો પોલીસ દારૂવાળા પાસેથી હપ્તા મેળવે છે પોઇન્ટ બંધ કરાવતી હોય તો એટલા હપ્તા અમે પોઇન્ટ બંધ કરાવવા આપવા તૈયાર છીએ, જે રજૂઆતે પોલીસ માટે ભારે સાબિત થયો હતો.

દારૂના દૂષણથી ત્રસ્ત નિંગાળના ગ્રામજનો એસપી કચેરીએ પહોચ્યા હતા.

વિફરેલી મહિલાઓએ હાજર DySP સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિરોધ વ્યક્ત કર્યો

દારૂથી ત્રસ્ત ગ્રામજનોનો મોરચો ફરી પૂર્વ કચ્છ એસ.પી. કચેરીએ પહોંચ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો