તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પમ્પિંગ મશીનરી અંગે નેગોશીયેશન થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પમ્પિંગ મશીનરી અંગે નેગોશીયેશન થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામનગરપાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં 45 જેટલા મુકવામાં આવેલા એજન્ડા પરની બાબતોને ચર્ચા-વિચારણા બાદ મંજૂરી અપાઇ હતી. વિવિધ હેડ વોટર વર્કસ ઉપર આવેલી પમ્પિંગ મશીનરી ખાનગી ધોરણે સંચાલન અને નિભાવણી માટે આવેલા ટેન્ડરમાં ગત વર્ષની સરખામણીએ વધુ ભાવો હોવાથી નેગોશીયેશન કરવા નિર્ણય લેવાયો હતો.

ચેરમેન તારા ચંદનાનીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. એજન્ડા પર મુકવામાં આવેલા જુદા-જુદા વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં હેડ વોટર વર્કસ ઉપર આવેલી પમ્પિંગ મશીનરી ખાનગી ધોરણે સંચાલન નિભાવણીના મુદ્દે બે ટેન્ડર આવ્યા હતા, જેમાં એક ટેન્ડર માન્ય રહ્યું હતું, જેણે ગત વર્ષે 27.60 લાખમાં કામ ઉપાડ્યું હતું, જ્યારે વર્ષે 34.58 લાખની રકમ ભરી હોવાથી નેગોશીયેશન કર્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મોટા ભાગની દરખાસ્તોમાં પાણી, ગટરની લાઇનનો સમાવેશ થાય છે. 14મા નાણાપંચની બીજા હપ્તાની ગ્રાન્ટ હેઠળ આરસીસી રસ્તાના કામો માટે ઓનલાઇન ટેન્ડર મગાવાયા હતા, જેમાં એક એજન્સી બ્લેક લીસ્ટેડ હોવાથી અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. રવજી મનજી સોરઠિયા એન્ડ કંપનીને સીસી રોડ બનાવવા માટે કામ આપવામાં આવ્યું હતું, જેમાં સેક્ટર-7ના ત્રણ રસ્તાની સપાટી ઉખડી ગઇ છે તેનું લેવલીંગ પણ યોગ્ય રીતે કરેલ હોઇ પાણી ભરાવવાની ફરિયાદ રજૂ થઇ છે. લેખિત સૂચના પછી કાર્યવાહી થતાં તેના ખર્ચે અને જોખમે કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું છે.

મોબાઇલ ટોઇલેટ વાહન મુકાશે

શહેરમાંહાલ બે મોબાઇલ ટોઇલેટ વાહન ખરીદવામાં આવ્યા છે. વાહનો જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ખાનગી કાર્યક્રમમાં ઉપયોગમાં લેવા માટે માગણી કરવામાં આવી રહી છે, જેથી જે કોઇ સંસ્થા માગશે, તેને નોમીનલ ચાર્જિસ નક્કી કરીને ટ્રાન્સપોર્ટેશન અને સફાઇનો ખર્ચ લેવામાં આવશે.

કર્મચારીના લિસ્ટને બહાલી અપાઇ

પાલિકાનારોજમદાર કર્મચારીઓની સિનિયોરિટી યાદી તૈયાર કરી વાંધા સાંભળી મુકાઇ હતી. યાદીને આખરી ઓપ આપ્યા પછી કારોબારીમાં તેને મંજૂરી અાપવામાં હતી. જ્યારે જુદા-જુદા વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મીઓની મુદ્દત ઓક્ટોબર 2016માં પૂરી થતી હોઇ વધારાના ત્રણ માસ સુધી વધારો કરવા તેનો અંદાજીત ખર્ચ 75.96 લાખ મંજૂર કરવામાં આવ્યો હતો.

વાહનરિપેરિંગના ઢગલાબંધ કામો

બેઠકમાંવાહન રિપેરિંગને લગતા જુદા-જુદા 72 જેટલા કામો મુકવામાં આવ્યા છે. જેને મંજૂરી આપવામાં આવી હતી અને જે-તે એજન્સીના આવેલા બિલ-ક્વોટેશન મંજૂર કરવામાં આવ્યા હતા.

45 જેટલી દરખાસ્તને મંજૂરી અપાઇ

ગાંધીધામ પાલિકાની કારોબારીની બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો