તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાં પતિની ઓફિસમાં પત્નીએ બઘડાટી બોલાવી દીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં પતિની ઓફિસમાં પત્નીએ બઘડાટી બોલાવી દીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામખાતે બેંકિંગ સર્કલ પાસે શંકાના આધારે પતિની ઓફિસમાં ધસી ગયેલી રણચંડી પત્નીએ પતિને રંગેહાથ સ્ત્રી-મિત્ર સાથે ઝડપી લીધા બાદ લમધોરી નાખ્યો હતો. બનાવને પગલે ધમધમતા વિસ્તારમાં ચકચાર ફેલાઇ હતી, તો પતિની સ્ત્રી-મિત્ર માટે ભાગવું દુષ્કર બની ગયું હતું.

ગાંધીધામમાં એક બહુમાળી બિલ્ડિંગમાં પોતાના પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની આશંકાએ પતિની નોકરીના સ્થાને પત્નીએ રીતસર ચડાઇ કરી હતી અને પતિને સ્ત્રી-મિત્ર સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. બાદમાં ઓફિસમાં અન્ય કર્મચારીઓ કાંઇ સમજે એથી પહેલાં પત્નીએ ચપ્પલ કાઢી લઇ બન્નેને માર મારવાનું શરૂ કર્યું હતું, તેથી પતિના સહકર્મીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. પત્નીએ બધાની સામે પતિનો ભાંડાફોડ કરી નાખ્યો હતો. ઉપસ્થિતો, પત્નીની કેફીયતથી ચોંકી ઉઠ્યા હતા અને પત્ની તરફ સહાનુભૂતિની લહેર સર્જાઇ હતી. સ્ત્રી-મિત્રને પત્નીએ હાથ પકડી, થપ્પડ મારી પાછી બેસાડી દીધી હતી. પતિએ વિરોધ કરવા જતાં અન્ય સહકર્મીઓએ તેને શાંતિથી બેસી જવા જણાવતા પતિદેવ કૂણા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો