તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 27 વેપારીદ્વારા 60કરોડનીસેલટેક્સ ચોરીની ધારણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

27 વેપારીદ્વારા 60કરોડનીસેલટેક્સ ચોરીની ધારણા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામખાતે વાણિજ્યિક વેરા વિભાગની ટીમ દ્વારા ટિમ્બરના 27 વેપારીઓના 45 સ્થળે તા.1થી 8 સુધી સ્થળ તપાસની કામગીરી કરવામાં આવતાં અન્ય શંકાસ્પદ વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરો મળી આવતાં તેમના સ્થળોએ

...અનુસંધાન પાનાં નં.11



પણ ઇન્ક્વાયરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તારણ મુજબ 3200 કરોડના પરપ્રાંતના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થતાં દિલ્હીમાં અંદાજે 2000 કરોડના વ્યવહારો મળી, 60 કરોડની વેટચોરી પકડી, તેમાં 13 ટકા વેટ અને 300 ટકા દંડ લાગુ થાય, તો રકમ 400 કરોડે પહોંચે તેવી શક્યતાઓ સર્જાઇ છે.

ગાંધીધામની વાણિજ્યિક વેરા વિભાગની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, ટિમ્બરના 27 વેપારીઓના જુદા-જુદા સ્થળોએ દસ્તાવેજી આધારો સહિતના પુરાવાની ચકાસણી હાથ ધરવામાં આવતાં ચોંકાવનારા તથ્યો પ્રાથમિક દૃષ્ટિએ બહાર આવી રહ્યા છે. દિલ્હી ખાતે જે વેપારીઓના વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે, તે પેઢી અસ્તિત્વમાં નથી કે તે ધંધાના સ્થળે કોઇ ઓફિસ છે નહીં. પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અન્ય રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં વેચાણ દર્શાવી ખોટી રીતે 2 ટકા લેખે રાહત દરનો લાભ લઇ ગુજરાત રાજ્યમાં વેરો ભરપાઇ કરવામાં આવતો નથી, જ્યારે અન્ય રાજ્યોમાં પણ વેરો ભરપાઇ થતો નથી, એવું તપાસમાં જણાઇ રહ્યું છે. ગાંધીધામના વેપારીઓ બ્રાઝિલ, ઈન્ડોનેશિયા સહિત વિદેશોમાંથી ટિમ્બરની મોટાપાયે આયાત કરે છે અને ગોડાઉનોમાં લાકડાનું સાઈઝિંગ કરીને ગુજરાત સહિત દેશના અન્ય ભાગોમાં લાકડા સપ્લાય કરાય છે. લાકડાના સાઈઝિંગને લીધે નીકળતો વ્હેર-ભૂકો પ્લાયવૂડ તૈયાર કરવા સહિતના કામમાં વપરાશ માટે લેવાતો હોવાથી વ્હેરનું વેચાણ કરીને વેટ ચોરી કરાઈ રહ્યાનું પ્રાથમિક અનુમાન નીકળી રહ્યું છે.

બોક્સ:વેટ ચોરી માટે કઇ પદ્ધતિ વેપારીઓએ અપનાવી

કોઇ વેપારી ફોર્મ-સી સામે આંતરરાજ્ય વ્યવહાર કરે, તો રાહતદરે એટલે કે 2 ટકાના દરે કેન્દ્રીય વેચાણ વેરો ભરવાનો થાય. જો શાખા તબદીલી દર્શાવે તો તેની ઉપર કોઇ વેરો ભરવાનો થાય નહીં. તપાસમાં વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ફોર્મ-સી તથા ફોર્મ-એફ સામે દિલ્હી ખાતે આંતરરાજ્ય વેચાણ તથા અન્ય શાખા તબદીલીના વ્યવહારો દર્શાવવામાં આવ્યા છે. ડમી માણસો ઉભા કરી તેમના નામે નોંધણી નં. મેળવી હાઇસીઝ પરચેઝ તેમજ ફોર્મ-સી તથા ફોર્મ-એફ સામે આંતરરાજ્ય વેચાણ તથા શાખા તબદીલીના કરોડોના વ્યવહાર દર્શાવી કરચોરી કરી છે.

ટ્રાન્સપોર્ટર્સ સામે પણ ધોંસ વધશે

કરોડોનાબિનહિસાબી વ્યવહારોમાં ટ્રાન્સપોર્ટર્સની સંડોવણી હોવાનું માલૂમ પડ્યું છે. કેટલાક ટ્રાન્સપોર્ટર્સ કંડલા બંદરેથી ખરીદનારાના ગોડાઉન સુધી પહોંચાડવા એજન્ટની ભૂમિકા ભજવતા હોવાનું પ્રાથમિક

...અનુસંધાન પાનાં નં.11



તપાસમાં જોવા મળ્યું છે અને આથી ટ્રાન્સપોર્ટર્સ સામે પણ વેટની ધોંસ વધે તેવી શક્યતા છે.

કંડલાનો સ્ટોક વેટની મંજૂરી બાદ ક્લીયર થશે

કંડલાપોર્ટ પરના ગોડાઉનોમાં વિદેશથી આયાત કરાયેલો લાકડાનો જંગી સ્ટોક પડ્યો છે. સ્ટોક અન્ય સ્થળે લઈ જવા માટે વેટની મંજૂરી મેળવીને ક્લીયર કરવામાં આવે તે માટે કસ્ટમ્સ સત્તાવાળાઓને અપીલ કરાઈ છે. ...અનુસંધાન પાનાં નં.11



આમ, કંડલા પોર્ટ પર કરોડોનો સ્ટોક સલવાઈ ગયો છે.

કઇ પેઢીઓ સામે ચાલી રહી છે તપાસω

જેપેઢીઓ પર વેટ કચેરીએ લાલઆંખ કરી તપાસ કાર્ય કર્યું હતું, તેમાં કોનાર્ક ઓવરસીસ પ્રા.લિ, ટી.સી. ટ્રેડ લીંક, રોયલ પાઈનવૂડ પ્રા.લિ., આર.કે.જી. ટિમ્બર્સ પ્રા.લિ., કૈથલ ટિમ્બર્સ પ્રા.લિ., ...અનુસંધાન પાનાં નં.11



ચૌધરી ટ્રેડિંગ, બંસલ રીઅલ ટેક લિ., શિવશક્તિ ઈન્ટરનેશનલ, જય ગોપાલ ઈન્ટરનેશનલ ઈમ્પેક્સ, આર.સી. લુમ્બર્સ, અમ્રીતલાલ નરેશ કુમાર, ડેમ્બલા ટિમ્બર કંપની, ગર્ગ લુમ્બર્સ, સંજય કુમાર એન્ડ એક્ઝિમ, એલઈઓ ટિમ્બર પ્રા.લિ., લીઓ ટિમ્બર પ્રા.લિ., અગ્રવાલટીક ઈન્ટરનેશનલ પ્રા.લિ., સુપર જૈન ટિમ્બર, રાજેન્દ્ર પ્રસાદ પ્રમોદ કુમાર જૈન, શિવ વુડ પ્રોડ્ક્ટ્સ, એસ.પી. ટિમ્બર, અમ્બિકા ટિમ્બર ટ્રેડ, નામધારી ટિમ્બર, આર્યન ટિમ્બર ટ્રેડર, એચપીઆઈ સેલ્સ કોર્પો., રીતુકા ઈમ્પેક્સ, ઓમશાંતિ ટ્રેડર્સ, આર.કે. ઈમ્પેક્સનો સમાવેશ થાય છે.

ગાંધીધામમાં વાણિજ્યિક વેરા વિભાગની અઠવાડિયાની તપાસ બાદ તારણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો