Home » Gujarat » Bhuj » Gandhidham » કંડલા પોર્ટના પાઇલોટને હાયર સ્કેલ આપવા અન્યાય

કંડલા પોર્ટના પાઇલોટને હાયર સ્કેલ આપવા અન્યાય

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:50 AM

પ્રમોશનમાં કર્મચારીને સિનીયોરીટીનો લાભ મળતો નથી કેન્દ્ર સરકારે પોર્ટના ઠરાવને રદ્દ કરતા સર્જાયેલી...

  • કંડલા પોર્ટના પાઇલોટને હાયર સ્કેલ આપવા અન્યાય
    કંડલા પોર્ટના પાઇલોટને હાયર સ્કેલનો લાભ આપવા માટે થોડા સમય પહેલા બોર્ડ દ્વારા ઠરાવ કરીને કેન્દ્ર સરકારમાં મોકલી આપવામાં આવ્યો હતો. જેથી અહીંના કર્મચારીઓને અન્ય સ્થળે જવામાં સિનીયોરીટીનો લાભ મળી શકે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ ઠરાવ રદ્દ કરવામાં આવતા અત્રેના પાઇલોટોને અન્યાય કરવામાં આવી રહ્યાની બૂમ ઉઠી રહી છે.

    સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દીન દયાળ પોર્ટમાં રેગ્યુલર અને કોન્ટ્રાક્ટ બેઝથી પાઇલોટની સેવા લેવામાં આવી રહી છે. કંડલા પોર્ટમાં રેગ્યુલર રહેલા કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ સહિતનો લાભ મળે છે જ્યારે તેને પગાર ધોરણ કોન્ટ્રાક્ટ બેઝના પાઇલોટ કરતા ઓછું મળતું હોય છે. આ અંગે અગાઉ રજૂઆત કરવામાં આવ્યા પછી પગાર ધોરણની સાથે અહીંના પાઇલોટને અન્ય પોર્ટમાં જ્યાં જગ્યા પડતી હોય ત્યાં હરીફાઇમાં સિનીયોરીટી હોવા છતાં તેના જુનિયરને લાભ મળતો હોય છે અને હાયર પ્રમોશનની હરીફાઇમાં તેની બાદબાકી થઇ જતી હોય છે. આ અન્યાયી નીતિ સામે રજૂઆત કરવામાં આવ્યા પછી પોર્ટે કાર્યવાહી કરી હતી. ઇન્ડીયન મેજર પોર્ટ એન્ડ ડોક ઓફિસર્સ એસોસિએશન દ્વારા પણ આ બાબતે મીનીસ્ટ્રી અને કંડલા પોર્ટના ચેરમેનને પત્ર પાઠવવામાં આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે, આ બાબતે શું કામગીરી થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ