1707 ઘરની મુલાકાત લેતા કંડલામાં ઓરીના 12 કેસ

આરોગ્યની ટીમ દ્વારા પગલા ભરવામાં આવ્યા 0થી 5 વર્ષના 46 અને છ વર્ષથી મોટા 35 બાળકોનો સર્વે કરાયો

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
1707 ઘરની મુલાકાત લેતા કંડલામાં ઓરીના 12 કેસ
કંડલા બન્ના વિસ્તારમાં તાલુકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 0થી 5 વર્ષના 46, 6 વર્ષથી મોટા બાળકો મળી કુલ 81 બાળકો વીટામીન એ તેમજ જરૂરી દવાઓ આપવામાં આવી હતી. 12 કેસોમાં આલુસોલ ઓરી જણાઇ આવ્યા હતા. જોકે, તપાસમાં તે પૈકી 10 સાજા થઇ ગયા છે બે કેસની સારવાર કરવામાં આવી હતી. કંડલા બન્ના ઝૂંપડા, દાઉદ મસ્જિદ વિસ્તારના 320 ઘરની 1707 વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. સતત સ્થળાંતરી થતા રહેવાથી તથા અન્ય વિસ્તારમાં ટ્રાવેલીંગ હિસ્ટ્રી જોવા મળી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાના પગલે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા, કે.બી. ગોહિલ, કપીલાબેન પટેલ, ભરત પરમાર, ચેતનાબેન જોશી વગેરે આ ઓપરેશનમાં જોડાયા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની તપાસ

X
1707 ઘરની મુલાકાત લેતા કંડલામાં ઓરીના 12 કેસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App