ભાવનગર - રાજકોટ વચ્ચે આજે ફાઇનલ જંગ ખેલાશે

City Sports કેડીઆરસી દ્વારા આયોજીત નિલકંઠ સ્ટીલ ટ્રોફિનું રવિવારે સમાપન : સૌરાષ્ટ્ર કચ્છની 8 ટીમો લીગ મેચ રમી ...

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
ભાવનગર - રાજકોટ વચ્ચે આજે ફાઇનલ જંગ ખેલાશે

કેડીઆરસીએ દ્વારા આયોજીત નિલકંઠ સ્ટીલ ટ્રોફિમાં સૌરાષ્ટ્ર કચ્છની જુદી જુદી ટીમોએ ભાગ લીધો હતો. આજે યોજાયેલી લીગ મેચની સેમીફાઇનલમાં ભાવનગરે ગોંડલને અને રાજકોટે જામનગરને પરાજયનો સ્વાદ ચખાડી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રવિવારે ફાઇનલમાં પહોંચેલી સૌરાષ્ટ્રની બન્ને ટીમો વચ્ચે ટ્રોફિ મેળવવા માટે કસાકસનો જંગ ખેલાશે.

કચ્છ ડિસ્ટ્રીક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા નિલકંઠ સ્ટીલ ટ્રોફિ 2018નું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં સંકુલના જુદા જુદા ચાર મેદાનોમાં કચ્છ સૌરાષ્ટ્રની ટીમોએ ક્રિકેટ મેચ રમી હતી. રણજી ટ્રોફિ રમેલા ખેલાડીઓએ પણ આ ટુર્નામેન્ટમાં પોતાનું કૌવત બતાવ્યું છે. દરમિયાન આજે સેમિફાઇનલ યોજાઇ હતી. જેમાં ભાવનગરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી 158 રન નવ વિકેટના ભોગે બનાવ્યા હતા. જેની સામે ગોંડલની ટીમ 78 રન કરીને જ 18.5 ઓવરમાં પેવેલીયન ભેગી થઇ ગઇ હતી. જ્યારે જામનગરે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરી હતી. જેમાં 10 વિકેટના ભોગે 137 રન નોંધાવ્યા હતા. જેની સામે રાજકોટની ટીમે 27 ઓ‌વરમાં જ 138 રન ત્રણ વિકેટના ભોગે બનાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બન્ને મેચમાં સેલ્ડન જેકશન 58 રન, વિહાર જાડેજા 40, વિશ્વરાજ જાડેજા 26 રન, અર્પિત વસાવડા 69 રન નોટઆઉટ રહ્યા હતા. જ્યારે ચીફ ગેસ્ટ તરીકે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના રણજી ટ્રોફિ પૂર્વ કેપ્ટન સિધાંસુ કોટક, ઇફ્કોના સિનિયર જનરલ મેનેજર નાયણે હાજરી આપી હતી. ડીપીએસના ગ્રાઉન્ડમાં રવિવારે ભાવનગર અને રાજકોટની ટીમ ટકરાશે.

આ ટ્રોફિ કોના ફાળે?

સેમિફાઇનલના જંગ પહેલા મેદાન પર ઉપસ્થિત અગ્રણી

X
ભાવનગર - રાજકોટ વચ્ચે આજે ફાઇનલ જંગ ખેલાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App