હોમગાર્ડની ઓફિસ પર બુલડોઝર ફેરવાયું

રસ્તો બનાવવામાં અડચણરૂપ દબાણ દૂર કરવા પાલિકાની કામગીરી ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું : થોડો ઉહાપોહ પણ...

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
હોમગાર્ડની ઓફિસ પર બુલડોઝર ફેરવાયું

ગાંધીધામ નગરપાલિકા દ્વારા 12-બી, મુખ્ય બજાર વિસ્તારમાં આદર્શ મહાવિદ્યાલ પાસે રોડ બનાવવાની કામગીરીને મંજુરી આપવામાં આવી છે. દબાણ શાખા દ્વારા આ વિસ્તારમાં પેવર બ્લોક બને તે પહેલા થયેલા દબાણ દૂર કરવા માટે પગલા ભરવામાં આવ્યા હતા. જેમાં વર્ષોથી ભંગાર હાલતમાં રહેલી હોમગાર્ડની ઓફિસ પર આજે તવાઇ બોલાવીને ત્રણ કલાકમાં જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. એક સમયે કેટલાકે વિરોધ કર્યો પરંતુ પોલીસ વાન આવતા શાંત થઇ ગયા હતા અને પાલિકાનું ઓપરેશન આટોપાઇ ગયું હતું.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કામો કરવા માટે આવેલી રકમમાંથી તબક્કાવાર કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. મુખ્ય બજાર વિસ્તારમાં પેવર બ્લોક બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્ષો જૂની ખખડધજ હાલતમાં રહેલી બંધ શટરવાળી હોમગાર્ડની ઓફિસ તથા આસપાસના અન્ય દબાણોને હટાવવા જરૂરી બન્યા હતા. પાલિકાએ આ બાબતે હોમગાર્ડ કચેરીને નોટિસ પણ આપી દીધા બાદ શનિવારે તવાઇ બોલાવી હતી. સવારે 11 કલાકે જેસીબી સાથેનો દબાણ શાખાનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હોમગાર્ડ કચેરી દ્વારા નોટિસના પગલે મામલતદારને પણ રજૂઆત કરીને પગલા ભરવા માગણી કરવામાં આવી હતી. જેના અનુસંધાને મામલતદાર કચેરીએ પણ પાલિકાને પત્ર લખીને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણ ન હટાવવા જણાવ્યું હતું.

વર્ષો જૂની ખખડધજ કચેરી જમીનદોસ્ત

સાધન સામગ્રી દીન દયાલ હોલમાં મુકાઇ

હોમગાર્ડ કચેરીનો ભંગાર અને અન્ય જરૂરી સાહિત્ય બહાર કાઢીને પંડીત દીન દયાલ હોલમાં મુકી દેવામાં આવી હતી. વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ સ્થળે સરસામાન રાખવામાં આવશે તેમ જણાઇ રહ્યું છે.

X
હોમગાર્ડની ઓફિસ પર બુલડોઝર ફેરવાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App