• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • પોલીસે પરાણે દારૂ પીવડાવી બેદરકારીપુર્વક ગાડી ચલાવી, દરવાજો ખુલી જતાં ફંગોળાજાથી માથામાં થયે

પોલીસે પરાણે દારૂ પીવડાવી બેદરકારીપુર્વક ગાડી ચલાવી, દરવાજો ખુલી જતાં ફંગોળાજાથી માથામાં થયેલી ઇજાની ફરીયાદ નોંધાઇ

આખરે પોલીસે ભરવાડ સમાજની ફરિયાદ નોંધી

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
પોલીસે પરાણે દારૂ પીવડાવી બેદરકારીપુર્વક ગાડી ચલાવી, દરવાજો ખુલી જતાં ફંગોળાજાથી માથામાં થયે
જુના કટારિયાનો ભરવાડ યુવાન 31 માર્ચે બેભાન હાલતમાં મળી આવ્યા બાદ ભરવાડ સમાજે પોલીસવડાને કરેલી રજુઆત બાદ સાત દિવસે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ તો નોંધી પરંતુ આ આ ફરિયાદ અંગે ભરવાડ સમાજ પોલીસે લગાવેલી કલમોથી સમાજ નારાજ જોવા મળ્યો હતો અને આબાબતે કટારિયા ખાતે આગેવાનો ભેગા પણ થયા હતા.

લાકડિયા પોલસે જુના કટારિયા અને હાલે મુંબઇ રહેતા ભોગ બનનારના ભાઇ મેરાભાઇ લખુભાઇ ભરવાડની નોંધેલી ફરીયાદ મુજબ,31 માર્ચે બપોરે બે વાગ્યાના આરસામાં આરોપી મહેશ રવા કોલી,મનજી બાબુ કોલી તથા મનજી કોલીનો સબંધી જુના કટારિયામાં રહેતા સતિષ ભરવાડને અને તેની સાથે રહેલા ખાના નથુ પરમારને સાથે પોતાની બોલેરોમાં બેસાડી પરાણે દારૂ પીવડાવી પુર ઝડપે બેદરકારીપુર્વક ગાડી ચલાવી જઇ રહ્યા હતા ત્યારે દરવાજો ખુલી જતાં સતિષ ભરવાડ ફંગોળાયો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં ચિત્રોડ નજીકથી મળી આવ્યો હતો.

આ બાબતે પહેલાં 100 થી 150 ભરવાડ સમાજના આગેવાનો પોલીસમાં અપહરણ હોવાની ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ ન નોંધતાં આ બાબતે ભરવાડ સમાજે પુર્વ કચ્છ પોલીસવડાને લેખિત રજુઆત કરતાં લાકડીયા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઇપીસીની કલમ 279, 337,338,506(2),323,114 તથા 177 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

સમાજની પોલીસવડાને રજુઆત બાદ 7 દિવસે ફરિયાદ નોંધાઇ

X
પોલીસે પરાણે દારૂ પીવડાવી બેદરકારીપુર્વક ગાડી ચલાવી, દરવાજો ખુલી જતાં ફંગોળાજાથી માથામાં થયે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App