લાકડીયા નજીક પીધેલો ટ્રેઇલર ચાલક પકડાયો

લાકડીયા નજીક પીધેલો ટ્રેઇલર ચાલક પકડાયો

DivyaBhaskar News Network

Apr 08, 2018, 03:50 AM IST
લાકડિયા નજીક ગેલન્ટ ઇન્ડીયા પાસે પીધેલી હાલતમાં ટ્રેઇલર લઇ જઇ રહેલા ચાલકને પોલીસે પકડી લીધો હતો.

આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,લાકડીયા નજીક સવારે નેશનલ હાઇવે પર પીધેલી હાલતમાં ટ્રેઇલર લઇ જઇ રહેલા ઉત્તરપ્રદેશના કાનપુરના સંજયકુમાર રામસ્નેહ કટિયારને પોલીસે પકડી લીધો હતો અને પીધેલી હાલતમાં ડ્રાઇવીંગ કરી ચલાવતા આ ચાલક સામે ગુનો નોંધ્યો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે આ નેશનલ હાઇવે પર ભારે વાહન ચલાવતા ડ્રાઇવરો પીધેલી હાલતમાં હોવાને કારણે અનેકવાર જીવલેણ અકસ્માતો થતા હોય છે ત્યારે આ રીતે દારૂ પી ને ચલાવતા ચાલકો પર તવાઇ આવે તે જરૂરી છે.

X
લાકડીયા નજીક પીધેલો ટ્રેઇલર ચાલક પકડાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી