સાન્ધ્રોવાંઢના હમીરસર તળાવ તરફ દુર્લક્ષ

લખપતના સાન્ધ્રોવાંઢમાં હમીરસર તળાવની ઉપયોગીતા વધારવા માટે વારંવાર રજુઆતો કરાઈ હોવા છતાં તંત્રે કોઈ કાર્યવાહી...

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
સાન્ધ્રોવાંઢના હમીરસર તળાવ તરફ દુર્લક્ષ
લખપતના સાન્ધ્રોવાંઢમાં હમીરસર તળાવની ઉપયોગીતા વધારવા માટે વારંવાર રજુઆતો કરાઈ હોવા છતાં તંત્રે કોઈ કાર્યવાહી કરી નથી, જેથી જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને ઓન લાઈન ફરિયાદ નિવારણમાં રજુઆત કરી હતી.રજુઆત કરતા જાગૃત નાગરિક ખેરમામદ હાજી અબ્દ્રેમાને જણાવ્યું હતું કે, હમીરસર તળાવ સ્થાનિક લોકો અને પશુધનના પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડતું એકમાત્ર સ્રોત છે. જે તળાવ તળીયામાંથી તૂટી ગયું છે, જેથી પાણી વહી જાય છે. તળાવની પાળ પણ નબળી થઈ ગઈ છે. હાલ તળાવમાં પાણીનું ટીપુય નથી, જેથી પાણી માટે વલખા મારીએ છીએ. તળાવની સુધારણા માટે અનેક રજુઆત કરી છે. અધિકારીઓએ દરખાસ્તો મૂકી છે, પરંતુ ઉચ્ચ કક્ષાએથી મંજુરી મળી નથી.

X
સાન્ધ્રોવાંઢના હમીરસર તળાવ તરફ દુર્લક્ષ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App