• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • લાકડીયામાં અડફેટે લેનાર ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ

લાકડીયામાં અડફેટે લેનાર ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ

લાકડીયામાં અડફેટે લેનાર ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ

DivyaBhaskar News Network

Apr 08, 2018, 03:50 AM IST
માખેલ ટોલનાકાથી આધોઇ જતા માર્ગ પર 12 ફેબ્રુઆરીના રાત્રેકાનમેરના યુવાનને અડફેટે લઇ ઘાયલ કરનાર અજાણ્યા ટ્રેઇલર ચાલક સામે લાકડીયા પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. 12 ફેબ્રુઆરીના રાત્રે 12 વાગ્યાના આરસામાં માખેલ ટોલનાકા થી આધોઇ વચ્ચે લોડિંગ છકડાને પીબી-03-એએફ-9288 નંબરના ટ્રેઇલર ચાલકે અડફેટે લેતાં કાનમેરના 35 વર્ષીય રવજી સુજાભાઇ વાઘેલાને માથાના ભાગે તેમજ,ડાબા ખભા અને પાંસળીઓના ભાગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં તાત્કાલીક સારવાર માટે ખસેડાયા હતા,અકસ્માત બાદ ટ્રેઇલર ચાલક નાસી ગયો હતો જેની ફરિયાદ લાકડિયા પોલીસમાં નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
લાકડીયામાં અડફેટે લેનાર ટ્રેઇલર ચાલક સામે ફરિયાદ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી