Home » Gujarat » Bhuj » Gandhidham » વિશ્વ આરોગ્ય દિન જાગૃતિ વિષયક કાર્યક્રમો સાથે ઉજવાયો

વિશ્વ આરોગ્ય દિન જાગૃતિ વિષયક કાર્યક્રમો સાથે ઉજવાયો

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:50 AM

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણીનો વિષય...

  • વિશ્વ આરોગ્ય દિન જાગૃતિ વિષયક કાર્યક્રમો સાથે ઉજવાયો
    વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણીનો વિષય હતો ‘યુનિવર્સલ હેલ્થ કવરેજ, એવરીવન એવરીવ્હેર’. આ પ્રસંગે રાજ્યમાં દીકરા-દીકરી વચ્ચેનું જન્મનું પ્રમાણ, માતા-મરણ, બાળ-મરણ અટકાવવા માટે તેમજ સંચારી અને બિનસંચારી રોગો જેવી સમસ્યાઓને ધ્યાને લઈ જીલ્લામાં વિવિધ સ્થળોએ રેલી, શિબિરો, મેડીકલ કેમ્પો, આરોગ્ય વિષયક પ્રદર્શન, મિટીંગ સહિતના આયોજન સાથે લોકોને જાગૃત કરાયા હતા. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, દવાખાનાઓ, હોસ્પીટલોના કર્મચારીઓએ આ તમામ આયોજનો સુપેરે પાર પાડવા જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending