• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • નિલપરની યુવતીએ કોલી પરિવારના રંજાડથી કંટાળી અગ્નિસ્નાન કર્યું

નિલપરની યુવતીએ કોલી પરિવારના રંજાડથી કંટાળી અગ્નિસ્નાન કર્યું

રાપર તાલુકાના નિલપર ગામની ક્ષત્રિય યુવતીએ કોલી પરિવારના રંજાડના કારણે કંટાળીને પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લેતાં...

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
નિલપરની યુવતીએ કોલી પરિવારના રંજાડથી કંટાળી અગ્નિસ્નાન કર્યું
રાપર તાલુકાના નિલપર ગામની ક્ષત્રિય યુવતીએ કોલી પરિવારના રંજાડના કારણે કંટાળીને પોતાના ઘરે અગ્નિસ્નાન કરી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,નિલપર ગામે રહેતી રેખાબા નાનુભા જાડેજા નામની યુવતીએ ગત રાત્રે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી આત્મવીલોપન કર્યું હતું જેને પ્રથમ રાપરની સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી જ્યાં મામલતદારની હાજરીમાં આપેલા નીવેદનમાં જણાવ્યું હતું કે,અગાઉ આરોપી રમેશ રાકાણીના ભત્રીજાની રહસ્યમય હાલતમાં લાશ મળી આવ્યા બાદ રમેશે પોલીસ ફરિયાદમાં રેખાબાના પિતા,કાકા તથા કાકાનું નામ લખાવ્યું હતું જેમાં આ ક્ષત્રિય પરિવારનો નાર્કોટેસ્ટ પણ કરાયો હતો અને તપાસમાં મરનાર યુવાનનું લોકેશન પણ તાલુકા બહારનું આવતું હતું અને તપાસનીશ અધીકારીની બદલી થઇ જતાં આ કેસ ખોરંભે ચડ્યો હતો,આ કેસમાં નિર્દોષ સાબીત થયા હોવા છતાં આ પરિવારે રંજાડવાની શરૂઆત કરી હતી અને અવારનવાર ઘરે બંદૂક અને હથિયારો સાથે આવીસ મારી નાખવાની ધમકીઓ આપી માનસિક હેરાન કરતા હોવાથી કંટાળીને આખરી પગલું ભર્યું હોવાનું નિવેદન આપ્યું હતું.આ યુવતી 80 ટકા દાઝી ગઇ હોવાથી તેને વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પીટલ ખસેડાઇ છે.

X
નિલપરની યુવતીએ કોલી પરિવારના રંજાડથી કંટાળી અગ્નિસ્નાન કર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App