• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ખારીરોહરમાં જુની અદાવતમાં બે વેવાઇ પક્ષ વચ્ચે તલવાર, પાઇપ વડે હુમલો કરાયો

ખારીરોહરમાં જુની અદાવતમાં બે વેવાઇ પક્ષ વચ્ચે તલવાર, પાઇપ વડે હુમલો કરાયો

બન્ને પક્ષના સાત લોકો ઘાયલ થયા: સામસામી ફરિયાદ નોંધાવાઇ

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
ખારીરોહરમાં જુની અદાવતમાં બે વેવાઇ પક્ષ વચ્ચે તલવાર, પાઇપ વડે હુમલો કરાયો
ગાંધીધામના ખારીરોહર ગામે બે વેવાઇ પક્ષ વચ્ચે જુની અદાવતના મનદુખમાં સશસ્ત્ર ધિંગાણું થયું હતું,જેમાં બન્ને પક્ષના સાત લોકો ઘાયલ થયા છે,શુક્રવારે રાત્રીના 9 વાગ્યાના આરસામાં બનેલા આ બનાવમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,શુક્રવારે રાત્રે 9 વાગ્યાના આરસામાં ખારીરોહર ખાતે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી પોલીસમાં કરેલી અરજીની અદાવતમાં બન્ને પક્ષ તલવાર,લોખંડના પાઇપ લઇ એકબીજા સામે ધસી આવ્યા હતા જેમાં બન્ને પક્ષના સાત લોકો ઘાયલ થયા હતા,બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહો઼ચી હતી અને મામલો શાંત થયો હતો. ફરિયાદી કાસમ હાસમ છરેચાએ ગામમાં જ રહેતા સુલેમાન ઇશા છરેચા,હાસમ ઇશા છરેચા,શેકીયા હુશેન છરેચા અને ગુલામ મામદ છરેચા વિરૂધ્ધ ફોજદારી નોંધાવી છે,તો સામે પક્ષે સુલેમાન ઇશા છરેચાએ કાસમ હાસમ છરેચા,હસણ હાજી છરેચા અને સિદિક હસણ છરેચા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.બી-ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી રાયોટિંગ અને મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જુની અદાવતના કારણે સર્જાયેલી આ ઘટનામાં કોઇની હજુ પોલીસે ધરપકડ કરી નથી.

X
ખારીરોહરમાં જુની અદાવતમાં બે વેવાઇ પક્ષ વચ્ચે તલવાર, પાઇપ વડે હુમલો કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App