• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • અંજારમાં આજે ફ્લોટસમાં ભાગ લેનારનું સન્માન

અંજારમાં આજે ફ્લોટસમાં ભાગ લેનારનું સન્માન

રામ-ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રથયાત્રા-2018માં ફ્લોટસમાં ભાગ લેનાર સ્પર્ધકો, સેવા કેમ્પમાં કરનાર અને...

DivyaBhaskar News Network | Updated - Apr 08, 2018, 03:50 AM
અંજારમાં આજે ફ્લોટસમાં ભાગ લેનારનું સન્માન
રામ-ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રથયાત્રા-2018માં ફ્લોટસમાં ભાગ લેનાર સ્પર્ધકો, સેવા કેમ્પમાં કરનાર અને દાતાઓનું સન્માનનો કાર્યક્રમ તા.8ના સાંજે 4 કલાકે સરદાર પટેલ ટાઉનહોલ ખાતે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં મહંત ત્રિકમદાસજી મહારાજ, માજી કેળવણીકાર આચાર્ય કનકચંદ્ર છગનલાલ વ્યાસ, ભાગવતાચાર્ય દિનેશભાઇ જયંતીભાઇ રાવલ, આર્શિવચન સાથે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ ખાતાના મંત્રી વાસણભાઇ આહિર, મુખ્ય મહેમાન પદે રહેશે. અન્ય આગેવાનોમાં પંકજભાઇ ઠક્કર, લવજીભાઇ સોરઠીયા, જગદીશભાઇ માથકીયા વગેરે ઉપસ્થિત રહેશે. ટ્રસ્ટના પ્રમુખ વાસુદેવભાઇ વૈષ્ણવ અને રથયાત્રાના સંયોજક રાજેશભાઇ પરમારે આ કાર્યક્રમમાં લોકોને ઉપસ્થિત રહેવા ઇજન આપ્યું છે.

X
અંજારમાં આજે ફ્લોટસમાં ભાગ લેનારનું સન્માન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App