ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ગાંધીધામમાં છેડતી મુદ્દે ઠપકો આપનાર ભાઇને માર મરાયો

    ગાંધીધામમાં છેડતી મુદ્દે ઠપકો આપનાર ભાઇને માર મરાયો

    DivyaBhaskar News Network | Last Modified - Apr 07, 2018, 03:50 AM IST

    ધૂળેટીના પર્વે બનેલા આવા બનાવમાં હુમલાખોરો હજુ પોલીસ પકડથી દૂર ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ ગાંધીધામની નવી...
    • ગાંધીધામમાં છેડતી મુદ્દે ઠપકો આપનાર ભાઇને માર મરાયો
      ગાંધીધામમાં છેડતી મુદ્દે ઠપકો આપનાર ભાઇને માર મરાયો
      ધૂળેટીના પર્વે બનેલા આવા બનાવમાં હુમલાખોરો હજુ પોલીસ પકડથી દૂર

      ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

      ગાંધીધામની નવી સુંદરપુરીમાં યુવતીની છેડતી કરનાર ઇસમોને ઠપકો આપતાં યુવતીના ભાઇને માર માર્યાની ઘટના પોલીસ ચોપડે ચડી છે.

      આ બાબતે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ,નવી સુંદરપુરીમાં રહેતી યુવતીની છેડતી કરનાર સુંદરપુરીમાં જ રહેતા અરવિંદ હમીરભાઇ વણકર અને કલ્પેશ હમીરભાઇ વણકરને યુવતીના ભાઇએ ઠપકો આપતાં ઉશ્કેરાયેલા આ યુવકોએ ભુંડી ગાળો બોલી ધોક્કા વડે માર માર્યો હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંકુલમાં મહિલાઓની છેડતીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જે તે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગની માગણી લોકો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગાંધીધામ સંકુલમાં ધુળેટીના દીવસે પણ ભર બપોરે લીલાશા સર્કલ પાસે બાઇક સવારોએ છેડતી કરતાં વચમાં પડનાર પર છરીથી હુમલો કર્યો હોવાનો બનાછ બન્યો છે તે આરોપીઓ પણ હજી પોલીસ પકડથી દુર છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ગાંધીધામમાં છેડતી મુદ્દે ઠપકો આપનાર ભાઇને માર મરાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `