કારકિર્દી માર્ગદર્શન અને ટ્રેનિંગ અંગે સમજણ અપાઇ

કારકિર્દી માર્ગદર્શન અને ટ્રેનિંગ અંગે સમજણ અપાઇ

DivyaBhaskar News Network

Apr 07, 2018, 03:50 AM IST

તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ ખાતે એસસી એસટીના છાત્રો માટે કચ્છ યુનિવર્સિટી, કલેક્ટર કચેરી અને ટીસીએસના સહયોગથી કારર્કિદી માર્ગદર્શન ટ્રેનીંગનો કાર્યક્રમ યોજાયો હતો. છાત્રોને વિવિધ બાબતોની માહિતી આપવામાં આવી હતી. કુલપતિએ વિદ્યાર્થીઓને આ તક ઝડપી લેવા ભાર મુક્યો હતો.

આ કાર્યક્રમમાં ટીસીએસ કંપની વિદ્યાર્થીઓને 6 કલાકની ટ્રેનીંગ આપશે, જેમાં ગણિત, અંગ્રેજી ઇન્ટરવ્યુની ટ્રેનીંગ અને કોમ્યુનિકેશન સ્કીલનો સમાવેશ કરવામાં આવશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સી.બી. જાડેજાએ પ્રાસંગીક ઉદ્દોબોધનમાં આ તક ઝડપી લેવા જણાવ્યું હતું. અને કચ્છના ઔદ્યોગિક વિકાસનો છાત્રોને ફાયદો મળે તે હેતુથી ભવિષ્યમાં આવા કાર્યક્રમો થતા રહે છે તેવી ખાતરી આપી હતી. અતિથિ ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ જીપીએસસી વિશે માહિતી અને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. કંપનીના ગાંધીનગર બ્રાન્ચ હેડ સુમીત શર્માએ માહિતી અને ટ્રેનીંગ પ્રોગ્રામનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ અને રોજગાર ક્ષમતાની વૃદ્ધી માટે કરવામાં આવેલા આયોજનથી છાત્રોમાં ખુશીની લાગણી જન્મી હતી.

એસસી- એસટીના વિદ્યાર્થીઓને ઉદ્દબોધન કરતા કુલપતિ અને છાત્રો

X
કારકિર્દી માર્ગદર્શન અને ટ્રેનિંગ અંગે સમજણ અપાઇ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી