ચેરીયા નિકંદન મુદ્દે માલધારીઓના KPTમાં ધામા

DivyaBhaskar News Network

Apr 07, 2018, 03:50 AM IST
ચેરીયા નિકંદન મુદ્દે માલધારીઓના KPTમાં ધામા
કંડલા પોર્ટ હસ્તકની ભચાઉ, વોંધ, આંબલીયારા અને જંગી વિસ્તારની જમીનમાં મીઠાના અગરો બનાવવામાં આવ્યા છે. જેને કારણે ચેરીયાનું નિકંદન થઇ રહ્યા હોવાની ફરિયાદ કચ્છ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કરવામાં આવી છે. સંવેદનશીલ ગણાતા આ મુદ્દે અગાઉ પગલા ભરવા માટે તબક્કાવાર જુદા જુદા સ્થળે રજૂઆતો પણ કરવામાં આવી હતી. આમ છતાં ઉકેલ ન આવતાં અગાઉ કરવામાં આવેલી જાહેરાત મુજબ સંગઠન દ્વારા દીન દયાળ પોર્ટની એઓ બિલ્ડીંગમાં માલધારીઓએ રેલી કાઢીને આવી પહોંચ્યા હતા. કેપીટીના અધિકારીને આવેદનપત્ર આપી તાકીદે પગલા ભરવા માગણી કરવામાં આવી હતી.

દીન દયાળ પોર્ટના ચેરમેનને અપાયેલા આવેદનપત્રમાં ચેરીયા વિસ્તારના સંરક્ષણ માટેની કાર્યવાહી અંતર્ગત જણાવાયું છે કે, પોર્ટ હસ્તકની જમીન ભચાઉ, વોંધ, આંબલીયારા અને જંગી વિસ્તાર તેમજ આજુબાજુના તમામ વિસ્તારોના દરિયા કિનારે આવેલ છે. જેમાં મીઠાના અગરો બનાવવા માટે લીઝ મંજુર કરવામાં આવી છે.

હકીકતમાં આ વિસ્તારમાં ચેરીયાના જંગલો આવેલા છે. છેલ્લા ઘણા સમયથી ચેરીયાઓનું અને દરિયાઇ કુદરતી સંશોધનોનું નિકંદન થઇ રહ્યું છે. લેખીતમાં આ મુદ્દે જાણ પણ કરી છે અને કાયદાકીય પ્રક્રિયા માટે એનજીટીમાં ફરિયાદ કરી છે. કેપીટીના ચેરમેન ન હોવાથી તેના અધિકારીને આપવામાં આવેલા આ આવેદનપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, લેખિતમાં કરવામાં આવેલી આ રજૂઆતનો જવાબ પણ લેખીતમાં માગવામાં આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે, કંડલા પોર્ટ દ્વારા લેખીતમાં જવાબ આપવામાં આવે છે કે કેમ? હાલ તો અધિકારીઓએ ખાતરી આપી છે.

કઇ બાબતની રજૂઆત કરાઇ ?

સંગઠનની રજૂઆતોમાં મુખ્ય બાબતો ગ્રીન ટ્રીબ્યુનલ અને કલેક્ટરના આદેશનું પાલન થતું નથી. ચેરીયા નિકંદન તાકીદે રોકવામાં આવે તે માટે કરેલ કાર્યવાહીની નોંધ અને ટીમની માહિતી આપવી. બંધ કરેલ તમામ ક્રીક અને બંધ દૂર કરવાની કાર્યવાહી કરવી, મંજુર કરેલી લીઝવાળી તમામ જમીન માપણી કરી વધુ જમીનના દબાણ હોય તો તેના નામ જાહેર કરી કાયદાકીય કાર્યવાહી કરવા, ચેરીયા વિસ્તારમાં ફાળવેલી તમામ લીઝ તાકીદે રદ્દ કરવી, ચેરિયા વિસ્તારોમાં મંજુર કરેલી લીઝમાં તાત્રીક મંજુરી આપેલા અધિકારીનું નામ રજૂ કરી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તથા વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત ચેરીયા વિસ્તાર ખારાઇ ઉંટના ચરીયાણ માટે રક્ષીત કરવા માગણી કરાઇ છે.

X
ચેરીયા નિકંદન મુદ્દે માલધારીઓના KPTમાં ધામા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી