‘જુના કટારિયા અપહરણનો કેસ CIDને સોંપાય’

DivyaBhaskar News Network

Apr 07, 2018, 03:50 AM IST
‘જુના કટારિયા અપહરણનો કેસ CIDને સોંપાય’
જુના કટારિયાના ભરવાડ સમાજના યુવાનનું 31 માર્ચે અપહરણ કરાયા બાદ માર મારી બેભાન હાલતમાં ફેંકી દેવાયા બાદ આ બનાવને 6 દિવસ વીતી ગયા હોવા છતાં પણ લાકડીયા પોલીસે ફરિયાદ ન નોંધતા આખરે સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીથી પોલીસવડાને લેખિત રજુઆત કરી છે કે આ કેસ સીઆઇડીને સોંપાય. આ પંથકમાં રેતી માફીયા,ખનિજ માફિયા,દારૂના માફિયાઓ જે બેફામ બન્યા છે તેમાં પોલીસની પણ સાંઠગાઠ હોવાના આક્ષેપ સાથે એસીબીને પણ આ બાબતે માહીતગાર કરાય તેવી માંગ કરી છે.

જુના કટારિયાના ભરવાડ સમાજના આગેવાન મેરૂ લખુ ભરવાડના હસ્તાક્ષર સાથે કરાયેલી રજુઆતમાં જણાવ્યા મુજબ 31 માર્ચે ભરવાડ સમાજના યુવાન સતિષ ભરવાડનું અપહરણ કરી લઇ જવાયા બાદ ખુબ માર મારી ચિત્રોડ ત્રણ રસ્તે ફેંકી દેવામાં આવ્યા બાદ આજે 6 દિવસ બાદ પા આ યુવાન કોમામાં છે અને ગાંધીધામ ખાતે સારવાર હેઠળ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે,અને આ બનાવની સાબિતી પણ સમાજ પાસે છે તેમ છતાં લાકડિયા પોલીસફરિયાદ નોંધતી નથી કારણકે અપહરણ કરનારા ઇસમો રમેશ રવા કોલી,મનજી બાબુ કોલી અને અજાણ્યો ઇસમ પોલીસના ખબરી અને કલેક્શન મેન હોવાથી ભરવાડ સમાજના 100 થી 150 લોકો ફરિયાદ નોંધાવા ગયા છતાં પોલીસે ફરિયાદ આ માફીયાઓ સામે ન નોંધી માટે આ કેસ સીઆઇડીને સોંપાય તેવી ભરવાડ સમાજની માંગ છે.

આરોપીએ સોપારી લઇ આ યુવાનોને મારીનાખવાના ઇરાદે કર્યું અપહરણ

આ યુવાનોને રમેશ રવા કોલીએ સોપારી લઇ મારી નાખવાના ઇરાદે અપહરણ કર્યું હોવાનો આરોપ કરી આ રમેશ કોલી તમામ માફિયાઓ અને અસામાજિક તત્વો પાસે હપ્તો ઉઘરાવી પોલીસને દેતો હોવાનો આરોપ પણ ભરવાડ સમાજના આગેવાન મેરૂ લખુ ભરવાડે કર્યો છે.

પાંચ દીકરીઓનો બાપ કોમાંમાં છે ત્યારે માનવતા રાખવી જોઇએ

ભરવાડ સમાજે કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે છ દિવસથી ભોગ બનનાર ભરવાડ સમાજનો યુવાન સતિષ જે પાંચ દિકરીઓના પિતા છ દિવસથી બેભાન હાલતમાં ગાંધીધામની હોસ્પીટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે ત્યારે માનવતા ખાતર પણ આ બનાવમાં પોલીસે ફરીયાદ નથી નોંધી જેના કારણે ભરવાડ સમાજ નારાજ થયો છે.

X
‘જુના કટારિયા અપહરણનો કેસ CIDને સોંપાય’
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી