Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ચોરીના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

ચોરીના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:50 AM

તીર્થધામ સહિતના ગામો માટે 15 લાખના કામ મંજૂર થયાં ગાંધીધામની પેરોલ ફર્લો સ્ક્વોડે સુરજબારીથી ઝડપ્યો

  • ચોરીના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
    ગાંધીધામની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે છેલ્લા દોઢ વર્ષથી ચોરીના ગુનામાં નાસતો-ભાગતો આરોપી સુરજબારીથી પકડી અંજાર પોલીસને સોંપ્યો હતો.આ બાબતે પ્રાપ્ત વીગતો મુજબ,ગાંધીધામ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે.કે.જાડેજા પોતાની ટીમ સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર 268/16 આઇપીસી કલમ 379 મુજબના ગુના હેઠળનો ભુજના સુરલભીઠ્ઠ વિસ્તારના અમનનગરમાં રહેતો આરોપી જુબેર અબ્દુલસત્તાર ચાકીને સુરજબારી ચેક પોસ્ટ નજીકથી પકડી અંજાર પોલીસને સોંપ્યો હતો.આ બામગીરીમાં પીએસઆઇ સાથે પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઇ દિપક શર્મા,હેડ કોન્સ્ટેબલ જયપ્રકાશભાઇ અબોટી તથા કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending