Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » નારાયણ સરોવર મંદિરથી વિકાસકામોનો આરંભ કરાયો

નારાયણ સરોવર મંદિરથી વિકાસકામોનો આરંભ કરાયો

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:50 AM

તીર્થધામ સહિતના ગામો માટે 15 લાખના કામ મંજૂર થયાં ગાંધીધામની પેરોલ ફર્લો સ્ક્વોડે સુરજબારીથી ઝડપ્યો

  • નારાયણ સરોવર મંદિરથી વિકાસકામોનો આરંભ કરાયો
    તીર્થધામ નારાયણ સરોવર અને તેની આસપાસના ગામો માટે 15 લાખના વિકાસકામોને મંજૂરી અપાઇ હતી. કામની શરૂઆત ત્રિવિક્રમરાયજીના મંદિરના એન્ટ્રી ગેટથી મુખ્ય મંદિરના ગેટ સુધી ઇન્ટરલોક પાથરવાના કાર્ય સાથે થઇ હતી. જાગીર અધ્યક્ષ આનંદલાલજી મહારાજે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શ્રીફળ વધેરીને તેનો આરંભ કરાવ્યો હતો. સરપંચ લીલાબા જાડેજા અને ઉપસરપંચ સુરુભા જાડેજાએ તીર્થધામ માટે રાજ્ય સરકારની ઘણીબધી યોજનાઓ હોવાનું અને આ વિકાસકામો સત્વરે પૂર્ણ કરાવવાની ખાતરી ઉચ્ચારી હતી. આ વેળાએ વાસુભાઇ જોષી, વેલુમા’રાજ, ભાવેશ પાણીપત સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending