• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • બેઠેલી હાલતમાં ગળાફાંસો? રાપરમાં એસટીના કંડક્ટરનું રહસ્યમય મોત

બેઠેલી હાલતમાં ગળાફાંસો? રાપરમાં એસટીના કંડક્ટરનું રહસ્યમય મોત

DivyaBhaskar News Network

Apr 07, 2018, 03:50 AM IST
બેઠેલી હાલતમાં ગળાફાંસો? રાપરમાં એસટીના કંડક્ટરનું રહસ્યમય મોત
રાપરના એસટી ક્વાર્ટરના બાથરૂમમાં રાપર-આણંદ બસમાં ચાલતા કન્ડક્ટરે ગળેફાંસો ખાઇ લેતાં ચકચાર મચી જવા પામી હતી,ગળે ફાંસો ખાધો હોવા છતાં બેઠેલી અવસ્થામાં લાશ મળતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા અને આ બનાવ શંકાસ્પદ હોવાની વાત ઉઠી હતી.

આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ,રાપર-આણંદ રૂટમાં કન્ડક્ટર તરીકે ફરજ બજાવતા સાગર ચૌહાણની એસટી ક્વાર્ટરના બાથરૂમમાં બારીમાં દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી,સમાચાર ફેલાતાં લોકોના ટોળાં ઘટનાસ્થળે જોવા ધસી ગયા હતા,તો ઘટનાની જાણ થતાં રાપર પોલીસ દલડી આવી હતી અને લાશને હોસ્પીટલ મોકલાઇ હતી.આ બનાવમાં મૃતક બેઠેલી અવસ્થામાં હોતાં લોકોમાં અનેક તર્ક-વિતર્કો સાંભળવા મળ્યા હતા,લોકોમાં એવી પણ ચર્ચા સાંભળવા મળી હતી કે ગળે ફાંસો ખાધો હોવા છતાં પણ લાશ બેઠેલી અવસ્થામાં હતી તો આંખો પણ બંધ હોવાથી શંકાસ્પદ મોત હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું,જો કે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીએમ રિપોર્ટ બાદ આ મોત કયા કારણોસર થયું એ જાણી શકાશે.આ ઘટના એસટી કર્મચારીઓ તેમજ રાપરના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આ ઘટનાની તપાસ રાપરના પીએસઆઇ એ.બી.ચૌધરી ચલાવી રહ્યા છે,જોવું એ રહ્યું કે તપાસના અંતે કયું કારણ આ મોતના બનાવમાં બાહર આવે છે.

X
બેઠેલી હાલતમાં ગળાફાંસો? રાપરમાં એસટીના કંડક્ટરનું રહસ્યમય મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી