તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાંધીધામમાં ચક્કાજામ કરતા 13 શખ્સોને પોલીસે ઝડપી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીધામમાં ચક્કાજામ કરતા 13 શખ્સોને પોલીસે ઝડપી લીધા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામખાતે દલિત સમાજની રેલીના આયોજનમાં બેઠકને પગલે વિલંબ થયા બાદ અકળાયેલા અમુક આગેવાનોએ એકઠા થયેલા લોકોની લાગણીને વાચા આપવા ઓસ્લો સર્કલ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતાં પોલીસે આવા 13 શખ્સોને રાઉન્ડ-અપ કર્યા હતા અને તેમને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.

ચક્કાજામ કરવાનો પ્રયાસ કરી રહેલા શખ્સોમાં મહેશ્વરી શંભુ કારા, ધર્મેન્દ્ર રાયશી દલિત, વાલજી મહેશ્વરી, કિરીટ વણકર, સુરજ મેગા દલિત, દિનેશ જીવા દલિત, જયેશભાઇ દલિત, પ્રેમજી ગરવા, અનિલ નારાયણ દલિત, ભચુભાઇ

...અનુસંધાનપાનાનં.6

ધેડા,વિશાલભાઇ દલિત, જયેશભાઇ દલિત, દશરથ ચુમાભાઇ દલિતની અટક કરવામાં આવી હતી, જેમને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા બાદ, ફરીવાર કાયદો-વ્યવસ્થા પર કોઇ જાતનો સવાલ સર્જાય તેવી પ્રવૃત્તિ કરવાની તથા કાયદાનું ચુસ્તપણે પાલન કરવાની તાકીદ બાદ તેમના નામ-સરનામા નોંધી લઇ છોડી મૂકવામાં આવ્યા હતા.

ગાંધીધામમાં વિરોધ કરાયા બાદ કાર્યવાહી કરીને પોલીસ વાહનમાં શખ્સોને બેસાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો