તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • KPT કર્મીને ચેક બાઉન્સના કિસ્સામાં 6 માસની સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

KPT કર્મીને ચેક બાઉન્સના કિસ્સામાં 6 માસની સજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામનીઅદાલતમાં ફરિયાદીએ હાથ ઉધાર આપેલી 20,000/- ની રકમ પરત આપવા ચેક આપ્યો હતો જે બાઉન્સ થતા, માગણી બાદ પણ નાણાં ચુકવવામાં આવતાં, અદાલતમાં કેસ ોદાખલ કરવામાં આવ્યો હતો જે ચાલી જતાં આરોપીને ચેક બાઉન્સના ગુનામાં 6 માસની કેદ અને 40,000/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કેસની વિગત એવી હતી કે, ફરિયાદી કુન્દન ડી. પ્રસાદ પાસેથી કંડલા પોર્ટ ટ્રસ્ટમાં ફરજ બજાવતા આરોપી ભગવાન પી. મુરજાણીએ વર્ષ-2007 માં 20,000/- હાથ ઉધાર લીધેલ હતા જે પરત આપવા સબંધે તેમણે ફરિયાદીને એક ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સનો ચેક આપ્યો હતો જે ચેક વટાવવા નાખતા બાઉન્સ થતાં આરોપીને જાણ કરવામાં આવ્યા બાદ કેસ દાખલ કરવામા઼ આવ્યો હતો જે ચાલી જતા, રજુ થયેલા પુરાવાઓના અવલોકન બાદ અધિક ચીફ જ્યુડીશીઅલ મેજીસ્ટ્રેટ સી.એન. મારફતીયાએ આરોપીને 6 માસની કેદ અને 40,000/- નો દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ ભરે તો દોઢ માસની વધુ સજા ભોગવવી એવો ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. કેસમાં ફરિયાદી તરફ ધારાશાસ્ત્રી એન.જે. તોલાણીએ હાજર રહી, સર્વોચ્ચ અદાલતના અકાટ્ય ચુકાદા રજુ કર્યા હતા જે અદાલતે ગ્રાહ્ય રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો