તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ત્રિપલ અકસ્માતમાં બારોબાર સમાધાનનો પોલીસનો દાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રિપલ અકસ્માતમાં બારોબાર સમાધાનનો પોલીસનો દાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોમવારેરાત્રે એરપોર્ટ રોડ પર રોંગ સાઇડમાં રેસીંગ લગાવી દોડતી બે નબીરાઓની કારોએ રાઇટ સાઇડમાં આવતી કારને ટક્કર મારી દીધા બાદ સર્જાયેલા ઘટનાક્રમમાં પોલીસે રોંગ સાઇડમાં દોડેલી કારોને પોતાની રીતે ક્લીનચીટ આપવાની કોશિશ કરી હતી પણ અખબારી હેવાલોએ એમ થવા દેતા, 48 કલાક પછી પણ બનાવની ફરિયાદ ચોપડે ચડી નથી, પક્ષકારો વચ્ચે સમાધાન માટે વાતચીત ચાલતી હોવાની કેસેટ પોલીસ વગાડી રહી છે.

હોન્ડા સીટી કારના નબીરા એવા સગીર ચાલકને હોસ્પિટલમાં ભરતી કરાયા બાદ અકસ્માતમાં ભોગ બનનાર અન્ય બે વાહનોમાં કોણ-કોણ હતું વગેરે બધું ગોપીત રહી જવા પામ્યું છે. ઇઓનમાં ચાર જણનો પરિવાર હતો જ્યારે ઇનોવામાં 2 શખ્સો હતા, પણ કોણ હતા ? ક્યાંના હતા તે કોઇ વસ્તુ પોલીસ દ્વારા જાહેર કરવામાં રીતસર લાજ કાઢવામાં આવી હતી. બાબતે તપાસનીશ હે.કો. ફિરોઝભાઇને પુછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, કાલે (મંગળવારે) અન્ય બન્ને વાહનોમાં બેઠેલા વ્યક્તિઓ આવવાના હતા પણ લોકો કોઇ કારણોવશ આવી શક્યા નથી, આવી શકવા પાછળનું કારણ પુછતાં તેમણે જણાવ્યું હતું કે, પક્ષકારો વચ્ચે આપસમાં સમાધાન થાય તેવા પ્રયાસો ચાલુ છે એટલે કોઇ ફરિયાદ આપવા આવ્યું નથી એમ લાગે છે.

પોલીસે જાતે ફરિયાદ દાખલ કરવી જોઇતી હતી

બનાવનીગંભીરતા જોતાં, વાઇરલ થયેલા વીડીયો જોતાં, પોલીસે જાતે રીતે કાયદાનો ભંગ કરી, સગીર નબીરાઓ દ્વારા આડેધડ કાર ડ્રાઇવ કરી, અન્યોના જાન જોખમમાં મુકી દેવા સબંધે સુઓમોટો ફરિયાદ દાખલ કરવી જોઇતી હતી પરંતુ એમ થતાં પોલીસ કાર્યવાહી શંકાના દાયરામાં આવી ગઇ છે.

પરિવાર કોણ છે તે નામ પોલીસ છૂપાવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો