- Gujarati News
- National
- ગાંધીધામ |ગાંધીધામ આદિપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આદિપુરના કપિલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ |ગાંધીધામ-આદિપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આદિપુરના કપિલમુની
ગાંધીધામ |ગાંધીધામ-આદિપુરમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આદિપુરના કપિલમુની આશ્રમમાં ભીડ જામી હતી. ગુરુપૂજન-અર્ચન કર્યું હતું. લીલાશા કુટિયામાં પણ સવારથી ભક્તોની ભીડ જામી હતી. સવારે સ્વામીજીની આરતી, હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંજલિ યોગ સમિતિ દ્વારા હવન કરવામાં આવ્યો હતો, જેમાં ચાર દંપતીઓએ આહૂતિ આપી હતી. રાજાભાઇ પટેલ કોલેજ ખાતે એફવાય, એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓએ અધ્યાપકોનું પૂજન કર્યા બાદ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. ગુરુપૂર્ણિમાને પૂર્વ પ્રભાતે કોલેજ પ્રાંગણમાં ચેસ તથા સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા હેઠળ વાર્તાલેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
લીલાશા કુટિયા અને કપિલમુની આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી