ભાજપ અગ્રણીએ સ્ટાફને લમધાર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુરનીશાળામાં મંગળવારે અંજાર ભાજપના અગ્રણી દ્વારા ડોનેશન માગણી કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી સ્ટાફને માર્યાની ફરિયાદ થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. બન્ને પક્ષે સત્ય હોવાની દલીલો થઈ રહી છે, ત્યારે સંકુલ પ્રતિષ્ઠિત શાળામાં સંગીન આરોપ લાગતા બાબત ચર્ચાના ચકડોળે ચડી છે. અંગે સમગ્ર પ્રકરણ અંગે ભાજપ અગ્રણીએ શિક્ષણાધિકારીને અરજી કરી રજૂઆત પણ કરી હતી.

આદિપુરમાં આવેલી પ્રતિષ્ઠિત શાળા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં મંગળવારે અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ આહિર મિત્રના બાળકના એડમીશન અર્થે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્ટાફ સભ્યો સાથે બોલાચાલી થયા બાદ તેમના દ્વારા આચાર્યને અપશબ્દો આપી શાળાના સ્ટાફને માર મારવામાં આવ્યા હોવાનું અને જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ શાળાના આચાર્ય જ્યોર્જે આદિપુર પોલીસ સ્ટેશનમાં આપી બીજી વાર આવી ઘટના ઘટે તે માટે ઉપયુક્ત કાર્યવાહી કરવા માંગ કરી હતી. દરમિયાન, ભાજપ અગ્રણીએ જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ મંત્રી સહિતનાને અરજી કરી શાળામાં હિન્દુ બાળકો વધુ હોવા છતાં ક્રિશ્ચીયન ધર્મની પ્રાર્થના કરાવી ધીમી ધારે ધર્મ પરિવર્તન કરાતું હોવાનો તથા એડમીશન માટે 50 હજારના ડોનેશનની માગણી કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

અંગે તેમણે બે વર્ષ અગાઉ બનેલી ઘટનાને ટાંકતાં જણાવ્યું હતું કે, આવી બાબતો બહાર આવતા વાલીઓએ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. જો શાળાના વહીવટ પર યોગ્ય તપાસ હાથ ધરાય, તો અનેક ગેરરીતિઓ બહાર આવે તેમ હોવાનું અરજીમાં તેમણે જણાવ્યું છે.

સીસીટીવીમાં ઝડપાયું ભાજપના નેતાનું ગેરવર્તન.

બાબતની મને જાણ નથી

અંગેજિલ્લા શિક્ષણાધિકારી ડૉ. મધુકાંત આચાર્યનો સંપર્ક કરતાં તેમણે બાબતે કોઇ જાણ થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે જો આવી કોઇ ફરિયાદ કે બાબત સામે આવશે તો તપાસ બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવાની તૈયારી દર્શાવી હતી.

અમે ડોનેશન લેતા નથી : ફાધર જ્યોર્જ

બાબત સંદર્ભે સેન્ટ ઝેવિયર્સના આચાર્ય ફાધર જ્યોર્જનો સંપર્ક કરતાં તેમણે શાળા દ્વારા કોઇ ડોનેશન લેવાતું હોવાનું કહ્યું હતું. સંબંધીત બાબતમાં તેઓ એડમીશન માટે તેવો આવ્યા હોવાનું અને વર્ગની જગ્યા નિયમો અનુસાર ફુલ હોઇ તેમના દ્વારા એડમિશન કરાવવા દબાણ કરાતા તે શક્ય હોવાથી અમે ના પાડતાં તેમણે ગુસ્સે થઈ પ્રકારનું વર્તન કર્યું હોવાનું જણાવ્યું હતું. પ્રાર્થના બાબતે તેમણે જે પ્રાથના શાળાની પુસ્તિકામાં છે, તે કરાવાતા હોવાનું કહી આરોપો ખોટા હોવાનું ઉમેર્યું હતું.

ગેરરીતિનોઅંજાર તાલુકા ભાજપ પ્રમુખનો દાવો

અંગેશાળા પર આરોપ કરનારા અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિરનો સંપર્ક કરતાં તેમણે શાળામાં અનેક ગેરરીતિઓ ચાલતી હોવાનું કહ્યું હતું. શાળા દ્વારા માત્ર એક ધર્મની પ્રાર્થના કરાવાય છે તથા નિયમોથી વિરુદ્ધ જઈ ગરીબ વિદ્યાર્થીઓને એડમિશન નથી અપાતું અને મસમોટા ડોનેશનની માગણી કરાય છે, તેમ તેમણે જણાવી કોઇ મારામારી થઈ હોવાથી સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં ડોનેશનની માગણી અને ધર્મ પરિવર્તનનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...