તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેનાની કાર્યવાહીને ભાજપે ફટાકડા ફોડી વધાવી લીધી

સેનાની કાર્યવાહીને ભાજપે ફટાકડા ફોડી વધાવી લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્જિકલ સ્ટ્રાઇક હુમલાના સરહદી જિલ્લામાં પડઘા

એલઓસીપાર કરીને ભારતીય સેનાએ ગઇ કાલે રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક હુમલો કરી આતંકવાદીઓને ઠાર માર્યા બાદ સૈનિકની કામગીરીને બિરદાવવાના હેતુથી શહેર ભાજપ દ્વારા ફટાકડાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગણ્યાગાંઠ્યા આગેવાનો હાજર રહ્યા હતા, જ્યારે મોટાભાગના કાર્યક્રમથી બાકાત રહેતા ચર્ચાનો વિષય બન્યો છે.

ચાવલા ચોક ખાતે ગુરૂવારે સાંજે યોજાયેલા કાર્યક્રમમાં નારી પરીયાણી, પરેશ ઠક્કર, તારાચંદ ચંદનાની, ગોવિંદ નિંજાર, અમૃતગિરિ ગોસ્વામી, નારણભાઇ બાબરીયા, પુનીત દૂધરેજિયા, રાજેશ ભરાડીયા, વસંત ભાનુશાલી વગેરે જોડાયા હતા.

આંગળીને વેઢે ગણાય તેટલા કાર્યકરોની હાજરીમાં ભાજપે ફટાકડા ફોટી સંતોષ વ્યક્ત કર્યો ત્યારની તસવીર.

ચાવલા ચોક વંદે માતરમ્ ના નાદથી ગાજી ઉઠ્યો...

અન્ય સમાચારો પણ છે...