તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામ |સામખિયાળી ખાતે કેરોસીન છાંટીને અગનપછેડી ઓઢી લઇ મોત વહાલું

ગાંધીધામ |સામખિયાળી ખાતે કેરોસીન છાંટીને અગનપછેડી ઓઢી લઇ મોત વહાલું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |સામખિયાળી ખાતે કેરોસીન છાંટીને અગનપછેડી ઓઢી લઇ મોત વહાલું કરનારા કારીબેન પીન્ટુજી ઠાકોરનાં મોત બાદ 6 વર્ષીય પુત્રી સાહેલીએ પણ આંખો મીંચી લીધી હતી. બનાવ સંબંધે મૃતકના પિતાએ જમાઇ પીન્ટુજી વિરૂદ્ધ લગ્નેત્તર સંબંધોથી ત્રાસીને પુત્રીએ આત્મહત્યા કરવી પડી હોવાનો ગુનો દાખલ કરાવતાં આરોપી પતિ પીન્ટુજી ઠાકોરની પોલીસે અટક કરી લીધી હતી. બીજીતરફ માતા વિરૂદ્ધ દીકરીને સળગાવી નાખી મોતના મુખમાં ધકેલવાના ગુના સબબ મૃત કારીબેન વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

સામખીયાળીમાં મૃત માતા વિરુદ્ધ પુત્રીની હત્યાનો ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...