તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 11 પોર્ટના ચેરમેનની હાજરીમાં આજે IPAની મીટિંગ

11 પોર્ટના ચેરમેનની હાજરીમાં આજે IPAની મીટિંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટ ખાતે ઇન્ડિયન પોર્ટ એસોસિયેશન (આઇપીએ)ની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે યોજાનારી મીટિંગમાં હાજરી આપવા ગુરુવારે કેટલાક પોર્ટના ચેરમેનો કંડલા આવી પહોંચ્યા હતા. 11 પોર્ટના ચેરમેનો વિવિધ બાબતોની જાણકારી મેળવીને પ્રેઝન્ટેશન દ્વારા ચિંતન કરશે.

વર્તમાન સમયમાં ખાનગી બંદરોની સરખામણીએ સરકારી પોર્ટમાં આધૂનિક સુવિધાઓ વધે અને સાથે સાથે ટ્રાફિક વધે તે હેતુથી કેન્દ્ર સરકારના શિપિંગ મંત્રાલય દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. ઇન્ડીયન પોર્ટ એસોસિયેશનની મહત્ત્વની એક દિવસની બેઠકનું શુક્રવારે આયોજન કરવામાં આવ્યું છે.

મેજર પોર્ટના ઉચ્ચ અધિકારીઓ સામૂહિક રીતે ચિંતન કરશે

અન્ય સમાચારો પણ છે...