તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચામુંડાનગરના રહીશો સૂવે ત્યારે પાલિકા પાણી આપે છે

ચામુંડાનગરના રહીશો સૂવે ત્યારે પાલિકા પાણી આપે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પદાધિકારીઓ પાણી બતાવતા હોવાથી સમસ્યા વકરી

ગાંધીધામ-આદિપુરશહેરમાં જુદા-જુદા વિસ્તારમાં વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠે છે. બુધવારે શહેરના ચામુંડાનગર વિસ્તારના રહીશો પાણી મળતું હોવાની ફરિયાદ કરતા ચીફ ઓફિસરે સંબંધીત કર્મચારીને પૂછતાં તેઓએ રાત્રે પાણીનો સપ્લાય કરતા હોવાની લૂલી દલીલ કરી હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં પાણી પૂરું પાડવા માટે નર્મદાનું પાણી લેવામાં આવે છે. 35થી 40 એમએલડી પાણીનો જથ્થો ઉપાડવામાં આવ્યા પછી પણ કેટલાક વિસ્તારમાં પાલિકાના ગેરવહીવટને કારણે પાણી મળતું હોવાની બૂમ ઉઠે છે. દરમિયાન, આજે બપોરના સમયે ચામુંડાનગર વિસ્તારના રહીશોનું ટોળું પાણી મળતું હોવાની ફરિયાદ લઇને ચીફ ઓફિસરને મળ્યું હતું. ચીફ ઓફિસર નિતિન બોડાતે પાણીની સ્થિતિની સમીક્ષા કરવા માટે સંબંધીત કર્મચારીઓને પૂછતાં તેઓએ રાત્રે પાણીનો સપ્લાય કરતા હોવાની વાત કરતા અધિકારીઓ લોકો સૂઇ જાય પછી પાણી આપવાનો શું મતલબ, તેવો પ્રશ્ન ઉઠાવી તાકીદે સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, પીવાના પાણીની સ્થિતિ દિન-પ્રતિદિન કથળી રહી છે. આવા સમયે પાલિકાના પદાધિકારીઓએ આગોતરા આયોજન કરીને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે જરૂર પડ્યે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની પણ જરૂર છે. માટે પાલિકાના સત્તાધિશો ક્યારે પાણી બતાવશે તે સમય આવ્યે ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ- આદિપુરના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે કે, મોડી રાત્રે પાણીનું વિતરણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...