તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અધિકારીની ગેરહાજરીમાં કિડાણામાં સભા

અધિકારીની ગેરહાજરીમાં કિડાણામાં સભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારેકિડાણા ગામે યોજાયેલી ગ્રામસભામાં કોઇ અધિકારી હાજર રહેતાં ગ્રામજનોમાં કચવાટની લાગણી જન્મી હતી અને બહિષ્કાર જેવું વાતાવરણ ઉભું થયું હતું. ઉપસ્થિત તલાટીએ મામલો સંભાળી ગ્રામસભામાં મહત્ત્વના ઠરાવો કરાવી કાર્યવાહી આટોપી હોવાની બૂમ લોકોમાંથી ઉઠી છે.

કિડાણા ગામે યોજાયેલી ગ્રામસભામાં આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીના કાર્યકરો હાજર રહ્યા હતા, જ્યારે ઉચ્ચ અધિકારી ગણાય તેવા કોઇ ઓફિસર સભામાં રહેતા કેટલાક ગ્રામજનોમાં બાબતે ચણભણાટ જોવા મળ્યો હતો. સરપંચ હુસેન ચાવડા અને તલાટી રમેશ પરમારે એવો દાવો કર્યો હતો કે, ગ્રામસભામાં યોજનાકીય કામ હોવાથી તે પૂર્ણ કરવામાં આવ્યા છે. નવા વિકાસકામોના ઠરાવ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...