તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેપીટીમાં ફાઇલો કલીયર થતાં SRC પણ શંકાના દાયરામાં આવી

કેપીટીમાં ફાઇલો કલીયર થતાં SRC પણ શંકાના દાયરામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંકુલમાંએક ઓથોરિટી હોવાને કારણે જુદી-જુદી ઓથોરિટી પાલિકા, કેપીટી, એસઆરસી, જીડીએમાં કામ કરાવવું લોકો માટે લોઢાના ચણા ચાવવા સમન બની ગયું છે. તાજેતરમાં ટ્રાન્સફર, મોર્ગેજ સહિતની અંદાજે 1200 જેટલી ફાઇલો શિપિંગ મંત્રાલયની સૂચનાના પગલે કેપીટીમાંથી ક્લીયર થતાં તેની પાછળ એસઆરસીની કંઇક ભૂમિકાની બૂમ ઉઠી રહી છે. જે-તે સમયે નિયત કરેલા માપદંડને ઉવેખવામાં આવતા મુદ્દે કેપીટી આગામી દિવસોમાં આકરા તેવર બતાવે તેવી શક્યતા વર્તળો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સંકુલમાં ટ્રાન્સફર, મોર્ગેજ સહિતની જુદી-જુદી જમીનની ફાઇલો પર કેપીટી દ્વારા અગાઉ બેંકને અરજદાર પાસેથી લેવાતી ફીના બદલે જમીનની કિંમતના આધારે એક ટકા જેટલી રકમ લેવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. થોડા સમય અગાઉ પ્રક્રિયા બંધ કરવામાં આવતા ઉહાપોહ થયો હતો. કેપીટી દ્વારા જે-તે સમયે અંદાજે 2600 એકર જેટલી જમીન એસઆરસીને વિસ્તાર વિકસાવવા માટે આપવામાં આવી હતી. હવે વિસ્તાર વિકસી ગયો છે. તેવી સમયે કેપીટી દ્વારા આગામી દિવસોમાં મુદ્દે પણ કાંઇક નવાજૂની કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. એસઆરસીના જનરલ મેનેજર સાજનાણીનો સંપર્ક થતાં તેનું મંતવ્ય જાણી શકાયું નથી. દરમિયાન, બે દિવસ પહેલાં ગાંધીધામ સિટીઝન ફોરમ દ્વારા રજૂઆત થઇ હતી.

જમીન દલાલોના પેટમાં દુ:ખાવો છે

જાણકારવર્તુળોના દાવા મુજબ કેટલાક જમીનના દલાલોની ફાઇલ ક્લીયર થતાં તેઓએ અન્યોના ખભે બંદૂક ફોડીને વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. નિયત કરાયેલા સમયમાં તેની ફાઇલને મંજૂરી મળતાં ભોંઠા પડેલા કેટલાક લોકો રીતે પદ્ધતિ અજમાવી રહ્યાની બૂમ પણ ઉઠી રહી છે. કેપીટી અને એસઆરસી તથા શિપિંગ મંત્રાલય મુદ્દે સંકલન સાધીને ઉંડા ઉતરે, તો કંઇક નવું પરિણામ બહાર આવી શકે તેમ છે.

નીતિ-નિયમ મુજબ કાર્યવાહીના બદલે ધક્કો આપવાની પદ્ધતિ

1200 ફાઇલના મુદ્દે નવા-જૂનીના સંકેત

અન્ય સમાચારો પણ છે...