• Gujarati News
  • કામગીરીમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા બોલાવેલી બેઠકમાં થઇ બબાલ

કામગીરીમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા બોલાવેલી બેઠકમાં થઇ બબાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામગીરીમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા બોલાવેલી બેઠકમાં થઇ બબાલ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. ગાંધીધામ

ગાંધીધામતાલુકામાં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રેશન (એનપીઆર)ની કામગીરી લાંબા સમયથી ચાલુ છે. કામગીરી અગાઉ આંગણવાડીના વર્કરો પાસેથી કરાવવામાં આવતી હતી, પરંતુ અનેક ક્ષતિઓ રહેતી હોવાથી શિક્ષકોને જોતરવામાં આવ્યા હતા, ત્યારે શિક્ષકોને સમગ્ર કામગીરી કઇ રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવા એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ગાંધીનગરથી નોડલ ઓફિસર અને કોન્ટ્રાક્ટર એજન્સીના જવાબદારોએ મીટિંગ શરૂ કરતાંની પહેલાં શિક્ષકોએ હોબાળો મચાવી દીધો હતો અને એનપીઆરની કામગીરી કરવાનો વિરોધ કર્યો હતો. જેને પગલે નોડલ ઓફિસર સહિતના સ્ટેજ છોડીને ભાગી ગયા હતા.

સત્તાવાર સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, એનપીઆરની કામગીરીમાં આંગણવાડી વર્કરો ક્ષતિ રહેતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતાં વહીવટીતંત્ર દ્વારા કામગીરીમાં શિક્ષકોને જોતરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેને પગલે ગાંધીધામમાંથી 400 શિક્ષકને કામગીરી સોંપાઇ હતી. એનપીઆરની નબળી કામગીરીના કારણે તાજેતરમાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ટકોર કરવામાં આવી હતી, ત્યારે શિક્ષકોએ એનપીઆર અંતર્ગત કઇ રીતે વિગતો એકઠી કરવાની રહેશેω સ્લીપ વિતરણની કામગીરી કઇ રીતે કરવીω તે સહિતની રજેરજની માહિતી પૂરી પાડવા તમામ શિક્ષકોની શુક્રવારે સાંજે 4 વાગ્યે સી.જી. ગિધવાણી હાઇસ્કૂલ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકને ગાંધીનગરથી આવેલા નોડલ ઓફિસર કમલેશ હાથી અને કોન્ટ્રાક્ટર એજન્સીઓના જવાબદારો દ્વારા માહિતી પૂરી પાડવાની હતી, પરંતુ શિક્ષકોએ એકઠા થતાંની સાથે કામગીરી કરવાનો સખત વિરોધ કર્યો હતો અને હાઇસ્કૂલના રૂમમાં રીતસર દેકારો બોલાવી દીધો હતો. જેને પગલે નોડલ ઓફિસર, કોન્ટ્રાક્ટર એજન્સીના જવાબદાર સહિતનાઓને સ્ટેજ છોડીને નીકળી જવું પડ્યું હતું. ત્યારબાદ શિક્ષકો તો બેઠા રહ્યા હતા, પરંતુ તંત્રના જવાબદારો ડોકાયા હતા.