• Gujarati News
  • સરકારની સિદ્ધિ છેવાડાના લોકો સુધી પહોંચાડવા હાકલ

સરકારની સિદ્ધિ છેવાડાના લોકો સુધી પહોંચાડવા હાકલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જનકલ્યાણ પર્વ અંગે ગાંધીધામ શહેર ભાજપ દ્વારા આદિપુરના પ્રભુદર્શન હોલમાં તાજેતરમાં બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં આગેવાનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધી છેવાડાના લોકો સુધી પહોંચાડવા હાકલ કરી હતી.

ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રમાં શાસનધુરા સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવી રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વડપણ હેઠળ એક વર્ષ પૂરું થતાં જનકલ્યાણ પર્વ ઉજવવાનો નિર્ણય લીધો છે. સંદર્ભે તાજેતરમાં ગાંધીધામ શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત જિલ્લા કક્ષાના અગ્રણીઓએ હાજરી આપીને સરકારની સિદ્ધિ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તથા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સજ્જ થવા હાકલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, અન્ય આગેવાનો નરેન્દ્રસિંહ જાડેજા, જીડીએના ચેરમેન મધુકાંત શાહ, તારા ચંદનાની, તરૂણા ચતુરાણી, રમેશ ધનવાણી, પુનિત દૂધરેજિયા, મૂળજી સચદે વગેરે હાજર રહ્યા હતા.