• Gujarati News
  • \"સુપરવિઝન વગર થતાં રસ્તાના કામ અટકાવો\'

\"સુપરવિઝન વગર થતાં રસ્તાના કામ અટકાવો\'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનગરપાલિકા દ્વારા સુપરવિઝન કર્યા વિના રસ્તાના કામ શરૂ કરવામાં આવ્યા છે. વિપક્ષના નેતાએ અધિકારી અને પદાધિકારીની મિલિભગતથી કોન્ટ્રાક્ટર પર રહેમ દૃષ્ટિ રાખીને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બંધ કરાયું હોઇ કામ અટકાવવા અને ચૂકવણુ કરવા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

નગરપાલિકાના વિપક્ષના નેતા સંજય ગાંધીએ કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, નગરપાલિકા દ્વારા હાલમાં વિવિધ વિસ્તારમાં રસ્તાના કામ શરૂ કરવામાં આવ્યા હતા. અમુક રસ્તાના કામોમાં કોઇ પણ પ્રકારના સુપરવિઝન વગર ચાલી રહ્યા છે, જેને તાકીદે અટકાવી બંધ કરાવવા માગણી કરી છે. નગરપાલિકાના અમુક પદાધિકારી અને અધિકારીની મિલિભગત અને કોન્ટ્રાક્ટર પર રહેમ દૃષ્ટિથી ચોક્કસ માર્ગોના કામ પર થર્ડ પાર્ટી સુપરવિઝન બંધ કરવામાં આવ્યું છે.

પાર્ટી પાસેથી અન્ય માર્ગો કે વિકાસના કામો થર્ડ પાર્ટી સુપરવિઝન કરાવામાં આવી રહ્યું છે, જે બાબતે મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે.

પાલિકાના વહીવટીતંત્રદ્વારા મોટા ભાગના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અગાઉ વખતોવખત રજૂઆત કરી છે. કાર્યવાહી માત્ર ખાતા પૂર્તિ થઇ હોય તેમ કોઇ નક્કર કામગીરી થઇ નથી. સરકારી ગ્રાન્ટનો ઉપયોગ થઇ રહ્યો છે, ગેરરીતિનો પણ આક્ષેપ કર્યો છે.

સરકારી ગ્રાન્ટના કામમાં ગેરરીતિ !

વિપક્ષના અક્ષેપો ખોટા, નિયમ મુજબ કામ થાય છે

^નગરપાલિકાનારસ્તાના કામમાં કન્સલ્ટન્ટ નિમવામાં આવેલા છે, એન્જિનિયર પર દેખરેખ રાખે છે, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરવામાં આવે છે. નીતિ-નિયમ મુજબ રસ્તાના કામ ચાલી રહ્યા છે. વિપક્ષે કરેલા આક્ષેપો તદન ખોટા છે.> સુરેશશાહ, પ્રમુખનગરપાલિકા, ગાંધીધામ

ચોક્કસ કામમાં સુપરવિઝન કેમ

શહેરમાંચાલતાંમાર્ગોના કામો પૈકી ચોક્કસ વિસ્તારના કામો પરથી થર્ડ પાર્ટી સુપરવિઝન સોંપવા પાછળનું રહસ્ય સમજાય તેમ છે. કારણ કે, જો ખાનગી સુપરવિઝનથી થતાં હોય તો ચોક્કસ સ્થળે કે કામોને તેમાંથી બાકાત રાખવા પાછળ ભ્રષ્ટાચાર કે ગેરરીતિ કારણ હોય .