Home » Gujarat » Bhuj » Gandhidham » કેપીટીના કર્મીઓને રહેઠાણના પ્લોટ હવે નહીં ફાળવવામાં આવે

કેપીટીના કર્મીઓને રહેઠાણના પ્લોટ હવે નહીં ફાળવવામાં આવે

Divyabhaskar.com | Updated - Mar 29, 2018, 03:45 AM

કંડલા પોર્ટના કર્મચારીઓને રહેણાંકના પ્લોટ આપવા માટે નીતિ અપનાવવામાં આવી હતી. પ્લોટ ફાળવવા માટે જમીન પણ પુરતા...

 • કેપીટીના કર્મીઓને રહેઠાણના પ્લોટ હવે નહીં ફાળવવામાં આવે

  કંડલા પોર્ટના કર્મચારીઓને રહેણાંકના પ્લોટ આપવા માટે નીતિ અપનાવવામાં આવી હતી. પ્લોટ ફાળવવા માટે જમીન પણ પુરતા પ્રમાણમાં હોવા સાથે આ બાબતે બાકી રહેલા કર્મચારીઓને તાકીદે પ્લોટ ફાળવવામાં આવે તે માટે ઉપવાસ આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. તબક્કાવાર સ્થનીક ધારાસભ્યથી લઇને શિપિંગ મંત્રી સુધી આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી. વર્ષોથી ગાજર લટકાવી રાખેલ આ યોજનામાં તાજેતરમાં ઇન્ચાર્જ ચેરમેન દ્વારા પૂર્વ સાંસદ સાથેની બેઠકમાં કેપીટી દેશના તમામ મહાબંદરો પર કાર્યરત કર્મચારીને હવેથી કોઇપણ જાતના રહેઠાણના પ્લોટો ફાળવવામાં આવશે નહીં તેમ જણાવી 2014ના લેન્ડ પોલીસીનો હવાલો આપ્યો છે. આ વાત બહાર આવતાં જ કર્મચારી વર્તુળોમાં રોષની લાગણી જન્મી છે.

  પૂર્વ સાંસદ અને બિનરાજકીય અડીખમ મહિલા ગ્રૂપના સંયોજક પૂનમબેન જાટે ગઇ કાલે દીન દયાલ પોર્ટના પ્રશાસન સંબંધિત કેટલાક પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવા માટે ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા સાથે બેઠક યોજી હતી. જેમાં કંડલા શહેરમાં વસવાટ કરતા શ્રમજીવી નાગરીકોના પાયાના પ્રશ્નો જેવા કે, લાઇટ, રોડ, ગટર, સફાઇના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવા સીએસઆરમા સમાવવા માટે ખાતરી આપવામાં આવી હતી. ત્યારે સળગતા એવા મુદ્દામાં બાકી રહી ગયેલા કર્મચારીઓને પ્લોટ ફાળવવાના પ્રશ્ને ચેરમેને ભારત સરકારે 2014માં લેન્ડ પોલીસી બનાવી છે, જેનો હવાલો આપીને કેપીટી સહિત દેશના તમામ મહાબંદરો પર કાર્યરત તમામ કર્મચારીને હવેથી કોઇપણ જાતના રહેઠાણના પ્લોટ ફાળવવામાં આવશે નહીં. એટલે કેપીટીના બાકી રહી ગયેલા કર્મચારીઓની અપેક્ષા પણ ન કરવી તેવો ધડાકો કરતા કેપીટીના વર્તુળોમાં ચર્ચાનો દોર ઉઠ્યો છે. ચેરમેને ફરી સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, તેમના હાથ બાંધેલા છે તેઓ કાંઇ કરી શકે તેમ નથી. ભારત સરકારની કેબીનેટમાં જે નિર્ણયો લેવાયા હતા તે કહી રહ્યો છું તેવા દાવો પુનમબેને કર્યો છે. વધુમાં કંડલા મરીન યુનિવર્સિટીમાં ગુમ થયેલા સામાન અંગે તપાસ ચાલી રહી છે. તથા તેલચોરીના પ્રશ્ને ચેરમેને તેલચોરીમાં સામેલ પોર્ટના બે અધિકારીઓને પકડવા પોલીસને જે સહયોગની જરૂર હશે તે આપવા પોર્ટ પ્રશાસન તૈયાર છે તેમ જણાવ્યું છે. જ્યારે બીન અધિકૃત રીતે પોર્ટના ખુલ્લા પોર્ટમાં ડમ્પ થતાં કોલ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન અધિકારીઓ સાથે વાતચિત કરી જે સૂચનો, ભલામણો આપશે તે નો યોગ્ય અમલ કરવામાં આવશે સહિતના મુદ્દાની ચર્ચા કરાઇ હોવાનો દાવો જાટે કર્યો છે.

  પોર્ટના કર્મીઓને મકાન ફાળવવામાં વિલંબ

  દીન દયાલ પોર્ટ સંચાલિત ગોપાલપુર તથા વાડીનાર રહેઠાણ કોલોનીમાં અલગ અલગ કેટેગરીના મકાનો માટે લાયક કર્મચારીઓને મકાન સમયસર ફાળવવામાં આવતા નથી. જેથી કર્મચારીને ઉંચા ભાડા ખર્ચીને અન્ય જગ્યાએ રહેવું પડે છે. આ કોલોનીમાં બહારના લોકોને મકાનો ફાળવી સ્થાનિક કર્મચારીઓને અન્યાય કરવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ બેઠકમાં કરવામાં આવ્યો હતો. જેમાં તપાસ કરીને યોગ્ય મકાન લેવા વેઇટીંગ લીસ્ટમાં કર્મચારી છે કે નહીં તે અંગે ખાતરી અપાઇ હતી.

  ટ્રાફિક, એસ્ટેટમાં ચાલતો ભ્રષ્ટાચાર?

  બેઠકમાં જુદા જુદા પ્રશ્નો રજૂ કરાયા હતા જેમાં ટ્રાફિક વિભાગ, એસ્ટેટ વિભાગ, પાઇપલાઇન વિભાગમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરી તેની ઉપર લગામ લગાવવા શું પગલા લીધા છે? તેમાં ભ્રષ્ટાચાર નાબુદી માટે કડક કાર્યવાહીની સૂચના અપાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending