ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» આકર્ષક સ્કીમના નામે લોકો ગુમાવી રહ્યા છે લાખોની મુડી

    આકર્ષક સ્કીમના નામે લોકો ગુમાવી રહ્યા છે લાખોની મુડી

    DivyaBhaskar News Network | Last Modified - Mar 29, 2018, 03:45 AM IST

    ગાંધીધામમાં રોજ નાની નાની બચત કરીને એક સાથે ઉંચા વ્યાજદર સાથે રુપીયા પરત આપવાની અને તે સાથે ભેટ સોગાદો મેળવવાની...
    • આકર્ષક સ્કીમના નામે લોકો ગુમાવી રહ્યા છે લાખોની મુડી
      આકર્ષક સ્કીમના નામે લોકો ગુમાવી રહ્યા છે લાખોની મુડી
      ગાંધીધામમાં રોજ નાની નાની બચત કરીને એક સાથે ઉંચા વ્યાજદર સાથે રુપીયા પરત આપવાની અને તે સાથે ભેટ સોગાદો મેળવવાની તકની લાલચ આપી છેતરપીંડી કર્યાના ઘણાબધા બનાવો છેલ્લા કેટલાક વર્ષેના ગાળામાંજ જોવા મળ્યા છે. તાજેતરમાં આવીજ એક સ્કીમમાં જીવનભરની મુડી ગુમાવનાર સાજન જીવણ ચારણે પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ કોઇ કાર્યવાહિ ન થતી હોવાની રાવ વ્યક્ત કરી હતી.

      તાજેતરમાં ગાંધીધામ પોલીસને પત્ર પાઠવી સુંદરપુરીમાં ગેરેજ કામ કરતા સાજન જીવણ ચારણે જણાવ્યુ હતુ કે માઈક્રો લીઝીંગ એન્ડ ફન્ડીંગ લીમીટૅડ નામક કંપનીના પાંચ શખ્સો વિરુદ્ધ તેણે વર્ષોએ અગાઉ ફરિયાદ દાખલ કરી છતા કોઇ કાર્યવાહિ કરાઈ નથી. આ તત્વો પાસે દૈનિક50 અને 20 રુપીયાની રકમ જમા કરાવવાનું બચત ખાતુ તેમણે ખોલાવ્યુ હતુ. આમ સામાન્ય વ્યક્તિએ પરશેવો વહાવી ત્રણ વર્ષે એકત્ર થયેલા 62,650 રુપીયા હજી પણ તેમને મળ્યા નથી અને જે તે કંપનીની ઓફિસને તાળા લાગી ગયા છે. આવા ગાંધીધામમાં અઢળક ઉદાહરણો છે જે આવા તત્વોનો શીકાર બન્યા છે પરંતુ તેમના પર કોઇ કઠોર કાર્યવાહિ ન થતા ફાટીને ફુલેકે ચડી તેવો વધુને વધુ કૌભાંડો આચરી રહ્યાનો સુર ઉઠી રહ્યો છે.

      એમએલએમ કંપનીઓ ફરી થઈ સક્રિય

      મલ્ટી લેવલ માર્કેટીંગની સ્કીમમાં એક સમયે સંકુલના અઢળક તેજસ્વી વિધાર્થીઓએ કુદી જઈ પોતાનું ભવિષ્ય બરબાદ કર્યુ હતુ. તો શીક્ષણના નામે તરુણોને ટાર્ગેટ કરતા આવા તત્વો તેને ફસાવી ઉંચા સ્વપ્નો દેખાડે છે. ગાંધીધામમાં ઠેર ઠેર ચાયની કેન્ટીનોમાં ટીનેજર્સ અને કોલેજ સ્ટુન્ડન્ટ્સ સાથેની બેઠકો લેતા આવા તત્વોને જોઇ શકાય છે. વાલીઓના એક વર્ગે તે અંગે દરેક શાળામાં પત્ર લખી આવા તત્વોને દુર રાખવા વિનંતી પણ કરી હતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આકર્ષક સ્કીમના નામે લોકો ગુમાવી રહ્યા છે લાખોની મુડી
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `