• Gujarati News
  • National
  • સંગઠન| ગણેશનગર મહેશ્વરી મેઘવાળ સમાજમાં વરણી

સંગઠન| ગણેશનગર મહેશ્વરી મેઘવાળ સમાજમાં વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | ગણેશનગર મહેશ્વરી મેઘવાળ સમાજની નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી સાથે સમાજના તૃતિય સમુહલગ્નનું આયોજન પણ કરાયું હતુ઼,જેમાં તા.2 ફેબ્રુઆરીના રોજ ડાંડિયારાસ તથા તા.3 ફેબ્રુઆરીના રાત્રીના સમયે હસ્તમેળાપનો પ્રસંગ યોજાશે તેવું સર્વાનુમતે નક્કી કરાયું હતું.આ સમુહલગ્નમાં નામ નોંધાવવા માટે રૂ.9,999 નક્કી કરવામાં આવી છે. નવી રચાયેલી કારોબારીમાં પ્રમુખ હીરાભાઇ ખમુભાઇ ધુવા, ઉપ પ્રમુખ મોહનભાઇ પચાણભાઇ દેવરિયા,મોહનભાઇ ગોવિંદભાઇ ડોરૂ,આતુભાઇ પુંજાભાઇ ચુણા,મોહનભાઇ પુનરાજભાઇ બુચિયા, રામજીભાઇ દેવજીભાઇ ધેડા, મહામંત્રી લક્ષ્મણભાઇ બી.થારૂ વગેરેની વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...