તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યાંત્રિક ખામીના પગલે ચૂંટણીકાર્ડની કામગીરી ઠપ થતાં લોકોને ધરમધક્કો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાંત્રિક ખામીના પગલે ચૂંટણીકાર્ડની કામગીરી ઠપ થતાં લોકોને ધરમધક્કો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મતદારોનાઓળખકાર્ડ રંગીન કરવા તથા સુધારા-વધારા કરવા સહિતની કામગીરી મામલતદાર કચેરીમાં કરવામાં આવી રહી છે. એજન્સીને અંગે કામગીરી સોંપવામાં આવી છે. બુધવારે યાંત્રિક ખામીના પગલે ચૂંટણીકાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવતાં બહારથી આવેલા અરજદારોને ધરમધક્કા થતા રોષની લાગણી જન્મી હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચૂંટણીના ઓળખકાર્ડ બનાવવાથી માંડીને અન્ય તેમાં સુધારા-વધારા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી સંદર્ભે રોજેરોજ મામલતદાર કચેરીએ ભીડ જામે છે. આજે કમ્પ્યૂટર બગડી જતાં યાંત્રિક ખામીના પગલે કામગીરી અટકી ગઇ હતી. જે બારી પર કાર્યવાહી થતી હતી ત્યાં માત્ર કાગળ ચોંટાડીને આજે કામગીરી થઇ શકશે નહીં, તેવું લખાણ લખીને હાથ ઉંચા કરી દેવાની નીતિ અપનાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો