મોડવદરના મકાનમાંથી શરાબ સાથે એક પકડાયો

મોડવદરના મકાનમાંથી શરાબ સાથે એક પકડાયો

DivyaBhaskar News Network

Apr 08, 2018, 03:45 AM IST
60 હજારની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

અંજાર તાલુકાના મોડવદરના હરીજનવાસમાં આવેલા મકાનમા઼થી રૂ.60,900ના અંગ્રેજી પ્રકારના શરાબ સાથે એક શખસને અંજાર પોલીસે પકડી તેની સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજુ કરાયો હતો

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,મોડવદરના હરિજનવાસમાં આવેલી આ જ ગામના સરદાર આવાસના મકાન નંબર 35માં રહેતો મુકેશ ઉર્ફે મુકલો માયાગર ગુંસાઇના કબજાની હરીજનવાસમાં આવેલી ઓરડીમાંથી રૂ.58,500ની કિંમતની અંગ્રેજી શરાબની 750 એમએલની 195 બોટલ અને રૂ.2,400ની કિંમતના 24 બિયરના ટીન તથા રૂ.5,500ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.66,400ના મુદ્દામાલ સાથે આરોપી મુકેશને પકડી તેની સામે અંજાર પોલીસના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ મહીપતસિંહ જાડેજાની ફરિયાદ મુજબ ગુનો નોંધી કોર્ટમાં રજુ કરાયો હતો.

X
મોડવદરના મકાનમાંથી શરાબ સાથે એક પકડાયો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી