કિડાણા પીએચસીમાં ડોક્ટરની ઘટ પુરવા માંગ

કિડાણા પીએચસીમાં ડોક્ટરની ઘટ પુરવા માંગ

DivyaBhaskar News Network

Apr 08, 2018, 03:45 AM IST
અંદાજે 70 હજારની વસ્તીમાં રોજ 150 દર્દીઓ આવે છે

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

કિડાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની ઘટને કારણે લોકોને અન્યત્ર સારવાર માટે ભટકવું પડે છે. એનએસયુઆઇ દ્વારા આ બાબતે રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર પાઠવીને અંદાજે 70 હજારની વસ્તીના આરોગ્ય માટે જરૂરી સુવિધાઓ પુરી પાડવા જણાવ્યું છે. કિડાણામાં ચાલતું આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની નિમણુંક નથી થઇ. રામભરોસે ચલાવવામાં આવી રહેલા પીએચસીમાં ડોક્ટરને ચાર્જ પણ સોંપવામાં આવ્યો ન હોવાથી ઇમરજન્સીના સમયે ગામથી દૂર શહેરમાં આવેલી રામબાગ હોસ્પિટલમાં દર્દીને લઇ જવો પડે છે. ગામમાં આરોગ્ય કેન્દ્ર બનાવ્યું પરંતુ આજ સુધી સારવાર દર્દીઓને મળી નથી. જેથી પ્રાઇવેટ દવાખાનામાં જવા મજબુર બની રહ્યા છે. રોજ 120થી 150 દર્દીઓ આવી રહ્યા છે. પરંત તબીબના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કિડાણાની 30 તથા આસપાસની 40 મળીને અંદાજે 70 હજારનીવસ્તી માટે તાકીદે ડોક્ટરની નિમણુંક કરવા એનએસયુઆઇના પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલાએ રાજ્યના આરોગ્યમંત્રીને રજૂઆત કરી છે.

X
કિડાણા પીએચસીમાં ડોક્ટરની ઘટ પુરવા માંગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી