ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» અંતરજાળમાં જુગાર રમી રહેલા નવ ખેલી 12,150સાથે જબ્બે

    અંતરજાળમાં જુગાર રમી રહેલા નવ ખેલી 12,150સાથે જબ્બે

    DivyaBhaskar News Network | Last Modified - Apr 08, 2018, 03:45 AM IST

    આદિપુર નજીક આવેલા અંતરજાળના બસ સ્ટેશન નજીક પત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા 9 ખેલીઓને આદિપુર પોલીસે રૂ.12,150ની...
    • અંતરજાળમાં જુગાર રમી રહેલા નવ ખેલી 12,150સાથે જબ્બે
      અંતરજાળમાં જુગાર રમી રહેલા નવ ખેલી 12,150સાથે જબ્બે
      આદિપુર નજીક આવેલા અંતરજાળના બસ સ્ટેશન નજીક પત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલા 9 ખેલીઓને આદિપુર પોલીસે રૂ.12,150ની રોકડ સાથે પકડી લીધા હતા અને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

      આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, આદિપુર પોલીસના પીએસઆઇ જી.એમ.હડિયા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે અંતરજાળના બસસ્ટેશન પાસે દરોડો પાડી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા જુગાર રમતા અંતરજાળના 8 અને 1 ગાંધીધામના એમ 9 ખેલીઓને રૂ.12,150ની રોકડ સાથે પકડી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.આ દરોડામાં પીએસઆઇ સાથે ડી સ્ટાફના એએસઆઇ લાલસિંહ યાદવ,હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઇ પરમાર,કોન્સટેબલ બલભદ્રસિંહ જાડેજા,પુષ્પરાજસિંહ ગોહિલ તથા જયદિપસિંહ જાડેજા જોડાયા હતા. થોડા સમય પહેલા પણ અંતરજાળ ગામે જુગારની બાજી ખેલતા ખેલૈયાઓને પોલીસે ઝડપ્યા હતા.

      અંતરજાળના આ ખેલીઓ પકડાયા

      જુગાર રમતા મુકેશ વાલજીભાઇ મ્યાત્રા (ઉ.વ.38 મ્યાત્રા ફળિયું,અંતરજાળ), રવિભાઇ જશાભાઇ લાવડિયા (ઉ.વ.26-લાવડિયા ફળિયું,અંતરજાળ), નિકુ પચાણભાઇ મ્યાત્રા (ઉ.વ.45-મ્યાત્રા ફળિયું,અંતરજાળ), જશાભાઇ સવાભાઇ લાવડીયા(ઉ.વ.62-લાવડિયા ફળિયું,અંતરજાળ), પ્રેમજીભાઇ નાગભાઇ ભાટ (ઉ.વ.60-રાજનગર ફળિયું,અંતરજાળ), ગોવિંદભાઇ મેમાભાઇ કોઠીવાડ(ઉ.વ.49-કીડાણા સોસાયટી ગાંધીધામ) માધાભાઇ મેઘાભાઇ આહીર (ઉ.વ.36-મ્યાત્રા ફળિયું,અંતરજાળ), મોહનભાઇ અમરાભાઇ બારોટ (ઉ.વ.35-મોમાઇનગર,અંતરજાળ) પકડાયા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અંતરજાળમાં જુગાર રમી રહેલા નવ ખેલી 12,150સાથે જબ્બે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `